કચ્છઃ જખૌ બંદરે પગડીયા માછીમારોની સમસ્યા અંગે આંદોલન કરવામાં આવ્યુ હતુ. શનિવારે નલિયાની મામલતદાર કચેરી ખાતે જખૌના પગડીયા માછીમારોએ ધરણાનો પ્રારંભ કર્યો હતો. જીલ્લા પંચાયત સભ્ય હાજી તકીશા બાવા, તાલુકા પંચાયત વિપક્ષી નેતા અબ્દુલ ગજણ, સર્વોદય મત્સ્યોધોગ સેવા સહકારી મંડળીના પ્રમુખ કાસમ સંગાર સહિતના લોકો હાજર રહ્યા હતા. તેઓની આગેવાનીમાં ધરણા યોજાતા નલિયા મામલતદાર એન એલ ડામોર દ્વારા તેમની ચેમ્બરમાં અગ્રણીઓ અને જખૌ મરીન પી આઈ C.K.વારોતરીયા નલિયા ફોજદાર સરવૈયાની બેઠક બોલાવી હતી.
જખૌ બંદરના માછીમારોના ધરણા બાદ તંત્રની ખાતરી મળતા પ્રશ્નનો ઉકેલ આવ્યો - કચ્છ ગ્રામીણ ન્યુઝ
કચ્છઃ જખૌ બંદરે પગડીયા માછીમારોની સમસ્યા અંગે આંદોલન કરવામાં આવ્યુ હતુ. શનિવારે નલિયાની મામલતદાર કચેરી ખાતે જખૌના પગડીયા માછીમારોએ ધરણાનો પ્રારંભ કર્યો હતો. જેમાં મામલતદાર અને પોલીસ તંત્ર દ્વારા પ્રશ્નો અંગે ખાતરી મળતા આંદોલન પુર્ણ થયું હતું.
જખૌ બંદરના માછીમારોના ધરણા બાદ તંત્રની ખાતરી મળતા પ્રશ્નોનો ઉકેલ
જેમાં ૧૦ નોટીકલ માઈલ વિસ્તારમાં મોટી બોટોને માછીમારી પર પ્રતિબંધ, ગોલ્વા પધ્ધતિ બંધ તથા ૪ ક્રીક વિસ્તારમાં મોટી બોટો માછીમારી ન કરે તે માંગો અંગે યોગ્ય કાર્યવાહી કરવાની જખૌ મરિન પી આઈ વારોતરિયાએ ખાતરી આપી હતી. આ ખાતરી બાદ ધરણા સમેટાયા હતા, તેમજ માછીમારોના પ્રશ્નોનો ઉકેલ આવ્યો હતો.
જેમાં મામલતદાર અને પોલીસ તંત્ર દ્વારા પ્રશ્નો અંગે ખાતરી મળતા આંદોલન પૂર્ણ થયું હતું.