જીએમડીસી અને દાતાઓનાં સંયુકત પ્રયાસથી શરૂ કરાયેલ કોલેજમાં આર્થિક સમસ્યાના નિવારણ માટે તા.13 ડિસેમ્બરના રોજ રાજયપ્રધાન વાસણભાઈ આહીર, જિલ્લાના સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ ધારાસભ્યો અને પદાધિકારીઓની રજૂઆતને પગલે જિલ્લા આયોજન અધિકારી મહાવીરસિંહ રાઓલ, જીએમડીસીના પ્રતિનિધ તેમજ જિલ્લા કલેકટર એમ. નાગરાજન તમામની ઉપસ્થિતિમાં જીએમડીસી નખત્રાણા કોલેજ બંધ નહીં થાય. તેમજ નખત્રાણા વિસ્તારના 550 દીકરા અને દીકરીઓનાં ભવિષ્યની કારર્કીદિની સલામતી માટે મહત્વનો નિર્ણય કરાયો હતો.
અંતે નખત્રાણા કોલેજ બંધ નહીં કરવાનો નિર્ણય, શિક્ષણપ્રધાનની ભુજમાં જાહેરાત - Nakhitrana College
કચ્છ: નખત્રાણા ખાતે જીએમડીસી સંચાલિત કોલેજ બંધ નહીં કરાય અને સૌના સહકારની સાથે મોટા ઉદ્યોગગૃહો સીએસઆર અને રાજય સરકારનું અનુદાન એકત્ર કરીને આ કોલેજ બંધ ન થાય તેવો ખૂબ મહત્વનો નિર્ણય કચ્છ જિલ્લા માટે લેવાયો હતો. તેમજ શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ તા. 13 ડિસેમ્બરના રોજ ભૂજ ઉમેદભુવન ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથેની એક બેઠકમાં જણાવ્યું હતું.
આ બેઠકમાં કચ્છ વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત એમ.વી. અને એમ.પી. રામાણી આર્ટસ એન્ડ આર.કે.ખેતાણી કોમર્સ કોલેજ, નખત્રાણા દ્વારા પગાર અને વહીવટી ખર્ચ સહિત કુલ રૂ.196.20 લાખની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. તે દરખાસ્તને ડિસ્ટ્રિકટ મિનરલ ફાઉન્ડેશન, ભુજ દ્વારા માર્ચ-2019માં કુલ 196.20 લાખની મંજૂરી આપવામાં આવી હતી.
નખત્રાણા કોલેજ ખાતે હાલ ભરાયેલ કુલ મહેકમ પૈકી 17 મહેકમ યુજીસીના નિયમો મુજબ હોવાથી પગાર/વેતન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની વિગતો અપાઇ હતી. ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર, જીએમડીસીના પ્રતિનિધિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.