કચ્છઃ સરહદી જિલ્લા કચ્છમાં સરહદી વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત (Kutch sports complex)અઢી કરોડના ખર્ચ દ્વારા માધાપરમાં રમતગમત સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સંકુલમાં ઇન્દોર હોલ 25 મીટરનો સ્વિમિંગ પૂલ તેમજ બાસ્કેટબોલ કોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ રમત ગમત સંકુલ 15 એકર જમીનમાં વિસ્તરેલું છે જેનો કબ્જો 2014માં સિનિયર (Madhapar Sports Complex)કોચ જિલ્લા રમત ગમત કેન્દ્ર ભુજ દ્વારા સંભાળવામાં આવી રહ્યો છે. ગાંધીનગર સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા 2022માં ભુજના સાગર ઇન્ફ્રાને 96.83 લાખની રકમ મંજૂર કરીને વિવધ વિકાસના કામો સોંપવામાં આવ્યા હતા.
400 મીટર ગ્રાસી એથ્લેટીક ટ્રેક, ફૂટબોલ ગ્રાઉન્ડ -જિલ્લા રમત ગમત સિનિયર કોચની કચેરીથી મળતી માહિતી મુજબ માધાપર( Sports Complex in Madhapar)ખાતે સ્થિત આ રમત ગમત સંકુલમાં આગામી (Sports Authority of Gujarat )સમયમાં 400 મીટર ગ્રાસી એથ્લેટીક ટ્રેક, ફૂટબોલ ગ્રાઉન્ડ, સ્પ્રિંકલર સિસ્ટમ, ટ્યુબવેલ સંપ અને પંપ બનાવવાનું કામ ચાલુ છે. ઉપરાંત બાસ્કેટ બોલ કોર્ટ, લૉન ટેનિસ કોર્ટ પણ વિકસાવવાની વાતો કરવામાં આવી રહી છે. આગામી એક વર્ષ સુધીમાં આ કામ પૂર્ણ કરવાની શરતે વર્ક ઓર્ડર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ઈન્ડોર હોલમાં મેન્ટેનન્સ માટે ફ્લોરિંગ, કલરકામ, ફેન સહિતની કામગીરી માટે પણ જરૂરી મંજૂરીઓ મેળવવામાં આવી છે અને આગામી સમયમાં અહીં તેનું પણ કામ શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચોઃહાથ ન હોવા છતા આ રીતે નેશનલ કક્ષાએ મેળવ્યા મેડલ્સ, લોકો થયા આશ્ચર્યચકિત
બાસ્કેટ બોલ કોર્ટનું રીપેરીંગ કામ કરવાની રજૂઆત -આ રમત ગમત સંકુલમાં હાલના સમયે બેડમિન્ટન કોર્ટનો ઉપયોગ મોટી સંખ્યમાં ખેલાડીઓ કરી રહ્યા છે. હાલમાં અહીં 4 બેડમિન્ટન કોર્ટમાં ખેલાડીઓ રમી રહ્યા છે. આ સંકુલમાં બેડમિન્ટનની સાથે સાથે જુડોની તાલીમ પણ આપવામાં આવી રહી છે. ઉપરાંત ખેલાડીઓ દ્વારા બાસ્કેટ બોલ કોર્ટનું પણ રીપેરીંગ કામ કરવાની રજૂઆત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સમક્ષ કરવામાં આવી છે.