MV પેટ્રિશિયા ઓલ્ડેન્ડ્રોફ નામક જહાજ મોરક્કોના જોર્ફ લાસ્ફર પોર્ટથી આવ્યું છે કચ્છઃ ભારતના અગ્રણી પોર્ટ એવા અદાણી પોર્ટે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. આ પોર્ટ પર અત્યાર સુધીનું સૌથી મોટું ફર્ટિલાઈઝરનું શિપમેન્ટ લાંગરવામાં આવ્યું છે. ભારતના દરેક પોર્ટમાંથી આ સિદ્ધિ હાંસલ કરનાર અદાણી પોર્ટ પ્રથમ છે.
મોરક્કોથી આવ્યું જહાજઃ અદાણી પોર્ટ પર લાંગરવામાં આવેલ MV પેટ્રિશિયા ઓલ્ડેન્ડ્રોફ નામક જહાજ મોરક્કોના જોર્ફ લાસ્ફર પોર્ટથી ડીએપી ખાતરનું મોટું કન્સાઈન્ટમેન્ટ લઈને રવાના થયું હતું. આ જહાજ 1,00,282 MT ડિએપી ખાતરના કન્સાઈન્મેન્ટ સાથે ભારતના અદાણી પોર્ટ ખાતે આવી પહોંચ્યું હતું. અદાણી પોર્ટ આ જહાજને હેન્ડલ કરવાની ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું હતું.
અદાણી પોર્ટની સિદ્ધિઓઃ દરિયાઈ વેપાર ક્ષેત્રે કાર્યક્ષમતા અને શ્રેષ્ઠતા અને ભારતના વિકાસ માટે મુન્દ્રા પોર્ટની પ્રતિબદ્ધ છે. અદાણી મુંદ્રા પોર્ટે અત્યાર સુધી અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી છે. 2 જુલાઈ 2023ના રોજ પોર્ટ પર સૌથી લાંબા જહાજ MVMSC હેમ્બર્ગને લાંગરવામાં આવ્યું હતું. આ જહાજની લંબાઈ 4 ફૂટબોલના મેદાન જેટલી છે. 20 ઓક્ટોબર 2023ના રોજ મુન્દ્રા પોર્ટે 4 મિલિયન ટ્વેન્ટી ફિટ ઈક્વિવેલન્ટ યુનિટ્સ(TeUs)ને સફળતા પૂર્વક હેન્ડલ કરવાનો વિક્રમ સર્જ્યો હતો. આ ઉપરાંત અદાણી પોર્ટે 24 કલાકમાં 40 જહાજની મૂવમેન્ટ હેન્ડલ કરવાની નોંધપાત્ર સિદ્ધિ પણ પોતાના નામે કરી ચૂક્યું છે.
"અદાણી પોર્ટ મુન્દ્રાની ઉત્કૃષ્ટ કામગીરી દ્વારા અવિરત વિક્રમોની હારમાળા સર્જી રહ્યું છે. તાજેતરમાં જ ફ્લેગશિપ પોર્ટ મુન્દ્રાએ સફળ કામગીરીના 25 વર્ષ પૂર્ણ કર્યા છે. તેમજ એક જ મહિનામાં 16 MMT કરતા વધુ કાર્ગો હેન્ડલ કરનાર દેશના પ્રથમ બંદર તરીકે માઈલસ્ટોન રેકોર્ડ સર્જ્યો છે. ભવિષ્યમાં પોર્ટ તેની કામગીરીમાં ઉત્તરોત્તર પ્રગતિના સોપાનો સર કરતું રહેશે"...રક્ષિત શાહ(એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર, અદાણી પોર્ટ એન્ડ SEZ લિ., મુંદ્રા)
- Adani Port : અદાણી પોર્ટે મહાકાય જહાજ લાંગરવાનો વિક્ર્મ સર્જાયો, 4 ફૂટબોલના મેદાન જેવડું જહાજ
- અદાણી પોર્ટ પર લિફ્ટિંગ ઓપરેશન દરમિયાન રેલવે એન્જિન ધડાકાભેર પટકાયું, આસપાસમાં લોકો હાજર હોવા છતાંય જાનહાનિ ટળી