ગુજરાત

gujarat

ETV Bharat / state

મુન્દ્રામાં અદાણી પોર્ટ અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને હાથ મિલાવ્યા, ઇન્ડિયન ઓઇલ નવા નવ ક્રૂડ ઓઇલ ટાંકા બંધાશે - Indian Oil New Crude Oil Stitches

અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) ક્રૂડ ઓઈલ લઈને (Signing of Adani Port APSEZ Crude Oil) હસ્તાક્ષર કર્યા છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ.તેની પાણીપત રિઇનરીની ક્ષમતામાં 66 ટકા વધારીને વાર્ષિક 25 મિલિયન મેટ્રિક ટન કરશે.

મુન્દ્રામાં અદાણી પોર્ટ અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને હાથ મિલાવ્યા, ઇન્ડિયન ઓઇલ નવા નવ ક્રૂડ ઓઇલ ટાંકા બંધાશે
મુન્દ્રામાં અદાણી પોર્ટ અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને હાથ મિલાવ્યા, ઇન્ડિયન ઓઇલ નવા નવ ક્રૂડ ઓઇલ ટાંકા બંધાશે

By

Published : Mar 9, 2022, 10:41 AM IST

કચ્છ : APSEZ હસ્તકના મુન્દ્રા પોર્ટ ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન હાલ તેના ફુડ ઓઈલ ટેન્ક ફાર્મનું (Signing of Adani Port APSEZ Crude Oil) વિસ્તરણ કરશે. મુદ્રા ઇન્ડિયન ઓઇલ વધારાના વાર્ષિક 10 મિલિયન મેટ્રિક ટન ફૂડ ઓઇલ ફ્રેન્ડ કરવા અને પ્રોસેસ કરવા સક્ષમ બનશે. તેમજ તેના પરિણામે ઇન્ડીયન ઓઇલમા હરિયાણાની પાણીપત રિફાઇનરી વિસ્તરણને નવું જોમ મળશે. ભારતની ઝડપથી વધી રહેલી ઈંધણની જરૂરિયાતને પહોંચી વળવા માટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ.તેની પાણીપત રિઇનરીની ક્ષમતામાં 66 ટકા વધારીને વાર્ષિક 25 મિલિયન મેટ્રિક ટન કરશે.

અદાણી પોર્ટ વધારાનું વાર્ષિક 10 મિલિયન મેટ્રિક ટન ફૂડ ઓઇલ હેન્ડલ કરવા માટે સારી રીતે સજ્જ

મુન્દ્રા પોર્ટ આર્થિક ગતિવિધિઓને એક મુખ્ય પ્રવેશદ્વાર છે જે મલ્ટી મોડલ કનેક્ટિવિટી પૂરી પાડીને ભારતના ઉત્તર અંતરિયાળ વિસ્તારમાં સેવા આપે છે. અદાણી પોર્ટની ભાગીદારીને વધુ મજબૂત કરવા અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ. (Indian Oil Corporation Ltd) ને સમર્થન આપવાનો અદાણી ગ્રુપ માટે ગૌરવ છે. એમ APSEZ મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણકાલીન ડાયરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું, જે રાષ્ટ્રની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ઇન્ડિયન ઓઇલના લાંબા ગાળાના ભરોસાપાત્ર ભાગીદાર તરીકે અદાણી પોર્ટ અને SEZ મુન્દ્રા ખાતેના અમારા હાલના સિંગલ બ્યુ ઓય મોર્નિંગ (SBM) પર વધારાનું વાર્ષિક 10 મિલિયન મેટ્રિક ટન ફૂડ ઓઇલ હેન્ડલ કરવા માટે સારી રીતે સજ્જ છે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ.ની રિફાઇનિંગ ક્ષમતા વાર્ષિક 80.55 મિલિયન મેટ્રિક ટન

ભારતના પેટ્રોલિયમ ઉત્પાદનોના બજારમાં લગભગ અડધો હિસ્સો ધરાવતા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ. તેની રિફાઇનિંગ ક્ષમતા વાર્ષિક 80.55 મિલિયન મેટ્રિક ટન અને 15,000 પાઇપલાઇનનું નેટવર્ક ધરાવે છે. ઇન્ડિયન ઓઇલની પાણીપત રિફાઇનરી માટે વાર્ષિક 15 મિલિયન મેટ્રિક ટનની વર્તમાન ક્રૂડ ઓઈલની જરૂરિયાતનો એક ભાગ મુદ્રા પોર્ટ ખાતેના SBMમાં હેન્ડલ કરવામાં આવે છે.

એસબીએમમાં વેરી લાર્જ ક્રુડ કેરિઅર્સ ઠાલવવામાં આવે છે

મુન્દ્રા બંદરના (Adani Port in Mundra) કિનારેથી 3-4 કિ.મી સ્થિર આ એસબીએમમાં વેરી લાર્જ ક્રુડ કેરિઅર્સ(વીએલસીસી) ઠાલવવામાં આવે છે. સમુદ્રની અંદર બિછાવેલી પાઇપ લાઇન મારફત એસબીએમમાંથી આ ક્રૂડ ઓઇલનું ટેન્ક કાર્યમાં પરિવહન કરવામાં આવે છે. બાદમાં આ ટાંકામાંથી મુંદ્રા પાણીપત પાઇપ લાઇન મારફત પાણીપત ખાતેની રીઇનરીમાં પહોંચે છે.

આ પણ વાંચો :હેરોઇન કેસમાં અદાણી પર ગુનો દાખલ કરો : વીરજી ઠુમ્મર

અત્યાર સુધીનું સૌથી મોટું પોર્ટ આધારિત ક્રૂડ ઓઇલ સ્ટોરેજની સગવડ ધરાવતો પોર્ટ બનશે

હાલમાં ઇન્ડિયન ઓઇલ અદાણીના મુન્દ્રા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં એક અલાયદા વિસ્તારમાં ક્રૂડ ઓઇલ ટેન ફાર્મનું સંચાલન કરે છે. જેમાં કુલ 720,000 કિલો લીટરની ક્ષમતા સાથે 12 ટેન્કનો (Indian Oil New Crude Oil Stitches) સમાવેશ થાય છે. નવી ટાંકીઓના ઉમેરવાથી આ સંગ્રહ ક્ષમતા 1,260,000 કીલો લીટર સુધી વધશે. આમ મુન્દ્રા પોર્ટ ઇન્ડિયન ઓઇલ માટે અત્યાર સુધીનું સૌથી મોટું પોર્ટ આધારિત ક્રૂડ ઓઇલ સ્ટોરેજની સગવડ ધરાવતુ પોર્ટ બનશે.

9000 કરોડના મૂડી ખર્ચને મંજૂરી આપી હતી

આ સાથે ઇન્ડિયન ઓઇલ દ્વારા મુદ્રા પાણીપત પાઇપલાઇનની ક્ષમતા વાર્ષિક 1.5 મિલિયન મેટ્રિક ટન સુધી વધારવામાં આવશે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના બોર્ડ ડિસેમ્બર 2021માં ક્રૂડ ઓઈલ ટેન્ક અને મુન્દ્રા પાણીપત પાઇપ લાઇનની વૃદ્ધિ માટે રૂપિયા 9000 કરોડના મૂડી ખર્ચને મંજૂરી આપી હતી. આ ઉપરાંત મુન્દ્રા પોર્ટ પરનો આ વિસ્તરણ પ્રોજેક્ટ APSEZ માં કેન્દ્ર હસ્તકના ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન લિ.ના (Adani Port and Indian Oil Corporation) વિશ્વાસને રેખાંકિત કરે છે. જે તેના બંદરોને આધુનિક બનાવવા ટર્ન અરાઉન્ડ ટાઈમમાં સુધારો કરવા અને આમ તેના ગ્રાહકો માટે મૂલ્યવર્ધક બનાવવાના વ્યૂહાત્મક અભિગમ દ્વારા આ વિશ્વાસ હાંસલ થયો છે.

આ પણ વાંચો :મુંબઈમાં 'અદાણી એરપોર્ટ' પર ભડકી શિવસેના, કાર્યકર્તાઓએ કરી તોડફોડ

અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ અંગે

વૈશ્વિક સ્તરે વિવિધીકરણ ધરાવતા અદાણી ગ્રુપના હિસ્સારૂપ, અદાણી પોર્ટ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ APSEZ પોર્ટ કંપની માંથી પોર્ટ એન્ડ લોજીક પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી છે. વ્યૂહાત્મક સ્થળોએ આવેલા ગુજરાતમાં મુન્દ્રા, દહેજ, તુના અને હજીરા, ઓડીશામાં ધામરા, ગોવામાં માર્યુ ગોવા, આંધ્ર પ્રદેશમાં ગંગા વરમ, વિશાખાપટ્ટનમ અને ક્રિશા પટનમ, મહારાષ્ટ્રમાં દીધી અને ચેન્નાઈમાં એનરોન સહિત પોર્ટસ અને ટર્મિનલ્સ સાથે તે 12 સૌથી મોટી પોર્ટ ડેવલપર અને ઓપરેટર છે. જે દેશની કુલ પોર્ટ ક્ષમતા માંથી આ પોર્ટ ટાંકાનું પ્રતિનિધિત્વ કરે છે.

સૌથી મોટા પોર્ટ અને લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ બનવાનું

અદાણી પોર્ટ એન્ડ લોજીસ્ટીક પ્લેટફોર્મમાં ઈન્ટિગ્રેટેડ લોજીસ્ટીક્સ ક્ષમતાઓ અને ઇન્ડસ્ટ્રીયલ ઈકોનોમિક ઝોનના બંદરો અને એકમોનો સમાવેશ થાય છે. જે અદાણી ગ્રુપને લાભદાથી સ્થિતિમાં મૂકે છે અને ગ્લોબલ સપ્લાય ચેઈનમાં પ્રભાવક સ્થાન આપે છે. અદાણી ગ્રૂપના વિઝન આગામી દાયકામાં દુનિયાના સૌથી મોટા પોર્ટસ અને લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ બનવાનું છે.

ABOUT THE AUTHOR

...view details