- ખાનગી બાતમીના આધારે પોલીસે ચેકિંગ બંદોબસ્ત ગોઠવ્યો હતો
- પોલીસ વાહન પર કાર ચડાવી નાસવાનો કર્યો પ્રયાસ
- દારૂની 12 બોટલ સાથે ઝડપાયો આરોપી
- બુટલેગરે પોલીસના વાહન તથા એક રિક્ષાને મારી ટક્કર
કચ્છ:દારૂની હેરફેર અંગેની ખાનગી બાતમીના આધારે પોલીસે માંડવીના રૂકમાવતી નદી વાળા પુલ પાસે ચેકિંગ બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ દરમિયાન ખાનગી બાતમી મળી હતી. આ બાતમી મુજબની કાર આવતા દારૂના બુટલેગરે પોતાની કાર પૂરઝડપે ચલાવી નાસવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસના વાહન તથા એક રિક્ષાને ટક્કર મારી હતી.
આ પણ વાંચો:અરવલ્લી LCBએ હત્યાના આરોપી અને બુટલેગર સુકા ડુંડને ઝડપી લીધો