- નેર ગામે દલિત પરિવાર પર થયેલ હુમલો મામલો
- પોલીસ હિરાસતમાં ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતો આરોપી
- પોલીસની લાપરવાહીના કારણે નાસી છૂટ્યો, ત્રણ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો
કચ્છઃ ભચાઉ તાલુકાના નેર ગામે દલિત પરિવાર પર મંદિરમાં દર્શન કરવામાં મુદ્દે થયેલ હુમલોના(Attack on Dalit in Ner village) ચકચારી બનાવમાં એક આરોપી પોલીસ હિરાસતમાં ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતો. ત્યારે પોલીસની લાપરવાહીના(Police negligence in Bhachau) કારણે આ આરોપી નાસી જતાં ભારે ચકચાર મચી જવા પામી છે. બનાવને પગલે બેદરકારી દાખવનારા ગાંધીધામ અને ભચાઉના ત્રણ કોન્સ્ટેબલ સામે લાપરવાહી દાખવવા બદલ ગુનો(Crime against police personnel) દાખલ કરવામાં આવ્યો છે.
આરોપી પર વોચ રાખવા માટે ત્રણ કોન્સ્ટેબલનો પહેરો ગોઠવ્યા હતા
મળતી માહિતી મુજબ હુમલામાં ઘવાયેલો કાના વેલા આહીર નામનો આરોપી ગાંધીધામની હોસ્પિટલમાં દાખલ હતો. જેથી પોલીસે તેની ધરપકડ કરી ન હતી. પરંતુ આરોપી પર વોચ રાખવા માટે ત્રણ કોન્સ્ટેબલનો પહેરો ગોઠવ્યો હતો. સવારે આઠ વાગ્યે ભચાઉના કોન્સ્ટેબલ રામદેવસિંહ કનુભાની ડ્યુટી પુરી થતી હતી. રિલિવર તરીકે અન્ય પોલીસ કર્મચારી ફરજ પર હાજર થાય તે પૂર્વે જ રામદેવસિંહ ઘરે ચાલી ગયા હતા.