ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજ GK જનરલ હોસ્પિટલમાંથી ફરાર કેદી નિખિલ દોંગા નૈનિતાલથી ઝડપાયા બાદ ભુજ લવાયો - ગુજસીટોક

ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી ફરાર થયેલા ગુજસીટોકના કુખ્યાત નિખિલ દોંગા અને તેના સાગરીતોને પોલીસે ઉત્તરાખંડના નૈનિતાલમાંથી ઝડપી પાડ્યા હતા. 2013થી હત્યાના ગુનામાં ધકેલાયો હતો. જેલમાંથી 19 વખત આરોપી નિખિલ પેરોલ પર છૂટ્યો હતો. જેમાંથી 12 વખત પેરોલ જમ્પ કરીને અન્ય ગુનાહિત કૃત્યો તેણે આચર્યા હતા. છેલ્લે તે અમદાવાદની સાબરમતી જેલમાં હતો અને ત્યાંથી તેની વિરૂદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

ભુજ GK જનરલ હોસ્પિટલમાંથી ફરાર કેદી નિખિલ દોંગા નૈનિતાલથી ઝડપાયા બાદ ભુજ લવાયો
ભુજ GK જનરલ હોસ્પિટલમાંથી ફરાર કેદી નિખિલ દોંગા નૈનિતાલથી ઝડપાયા બાદ ભુજ લવાયો

By

Published : Apr 4, 2021, 6:05 PM IST

  • કચ્છ બોર્ડર રેન્જના IGP જે. આર. મોથલિયા તેમજ રાજકોટ રેન્જના IGP સંદિપસિંઘે પ્રેસ કોન્ફરન્સ યોજી
  • ફરાર આરોપીને પકડવા સમગ્ર રાજ્યમાં નાકાબંધી કરાઈ હતી
  • જેલમાંથી 19 વખત આરોપી નિખિલ પેરોલ પર છૂટ્યો હતો

કચ્છઃ પશ્ચિમ કચ્છ પોલીસ અને રાજકોટ રૂરલ પોલીસની જુદી જુદી ટીમોએ સરાહનીય કામગીરી કરી કુખ્યાત નિખિલ દોંગાને ઝડપી પાડ્યા બાદ રવિવારે કચ્છ બોર્ડર રેન્જના IGP જે. આર. મોથલિયા તેમજ રાજકોટ રેન્જના IGP સંદિપસિંઘે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી.

પોલીસે ટીમ બનાવી કાર્યવાહી કરી

ક્ચ્છ બોર્ડર રેન્જ IGP જે. આર. મોથલીયાએ જણાવ્યું કે, નિખિલ દોંગા ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાંથી નાસી ગયા બાદ સમગ્ર રાજ્યમાં નાકાબંધી કરાઈ હતી. આરોપી મુળ રાજકોટ ગ્રામ્ય પોલીસનો હોવાથી રાજકોટ ગ્રામ્ય પોલીસને પણ એલર્ટ કરી દેવાઈ હતી. પશ્ચિમ કચ્છ SP સૌરભસિંઘની સૂચનાથી LCB, SOGની જુદી જુદી ટીમો બનાવાઈ હતી. રાજકોટ ગ્રામ્ય LCB સહિતની પણ ટીમો બનાવીને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આરોપી ઉત્તરાખંડના નૈનિતાલમાં હોવાનું જાણવા મળતા પોલીસે તાત્કાલિક નૈનિતાલ ધસી જઈને આરોપીઓને દબોચી લીધા હતા

આ પણ વાંચોઃ ભુજથી ફરાર થયેલો કુખ્યાત નિખિલ દોંગા નૈનીતાલથી ઝડપાયો

12 વખત પેરોલ જમ્પ કરીને અન્ય ગુનાહિત કૃત્યો નિખિલ દોંગાએ આચર્યા

રાજકોટ રેન્જના IGP સંદીપસિંઘે જણાવ્યું હતું કે, નિખિલ દોંગા અને તેમની ગેંગના શખ્સો ઓર્ગેનાઈઝડ ક્રાઈમ આચરવામાં કુશળ છે. દોંગાના ગુનાહિત ઈતિહાસ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, 2013થી હત્યાના ગુનામાં ધકેલાયો હતો. જેલમાંથી 19 વખત આરોપી નિખિલ પેરોલ પર છૂટ્યો હતો. જેમાંથી 12 વખત પેરોલ જમ્પ કરીને અન્ય ગુનાહિત કૃત્યો તેણે આચર્યા હતા. છેલ્લે તે અમદાવાદની સાબરમતી જેલમાં હતો અને ત્યાંથી તેની વિરૂદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુના અનુનંધાને તેને ભુજની પાલારા જેલમાં ખસેડાયો હતો. ડિસેમ્બર-2020થી તે પાલારા જેલમાં હતો અને મોઢામાં કેન્સર થયું હોવાનું જણાવતા તેને જેલમાંથી સારવાર માટે GK હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાંથી તેના સાગરીતો દ્વારા ઘડાયેલા પ્લાન મુજબ નિખિલને દોંગાને ભગાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ ભુજની હોસ્પિટલમાંથી ગોંડલનો ખૂંખાર આરોપી નિખીલ દોંગા ફરાર

આરોપી નિખિલ દોંગાને ભગાડવામાં સંડોવાયેલા ચાર પોલીસ કર્મચારીઓની ધરપકડ કરાઈ

પશ્ચિમ કચ્છ SP સૌરભસિંઘે જણાવ્યું હતું કે, આરોપી નિખિલ દોંગાને ભગાડવામાં સંડોવાયેલા ચાર પોલીસ કર્મચારીઓની ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત નિખિલ અને તેના ત્રણ સાગરીતો નૈનિતાલથી ઝડપાયા અને તે દરમિયાન નિખિલના અન્ય બે સાગરીતોને દબોચીને અત્યાર સુધીમાં કુલ 10 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી નકલી આધારકાર્ડ મળી આવ્યા છે, તેની પણ તપાસ કરાશે. આરોપીઓને અહીંથી ભગાડવામાં અન્ય જે કોઈએ પણ મદદગારી કરી હશે તે તમામની ઉંડાણપૂર્વકની તપાસ કરાશે. આરોપીને મદદગારી કરવામાં આર્થિક વ્યવહારો કરાવામાં આવ્યા હોવાની ચર્ચાઓ છે તે અંગે પણ તપાસ કરવામાં આવશે. હાલ આરોપીઓની ધરપકડ દર્શાવી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની માંગણી કરવામાં આવશે. DySP કક્ષાના અધિકારી પાસેથી આ સમગ્ર મામલે તપાસ કરાશે.

ABOUT THE AUTHOR

...view details