ગુજરાત

gujarat

ETV Bharat / state

અંજારમાં ચોરી થયેલા વાહનોની નંબર પ્લેટ બદલી તેનું વેચાણ કરતા આરોપીઓની ધરપકડ - આરોપીઓની ધરપકડ

કચ્છ જિલ્લામાં અવારનવાર વાહન ચોરીના બનાવો બનતા હતી, જેને ધ્યાનમાં રાખી અંજાર પોલીસે વાહન સંબંધી ગુનાઓ શોધવા પ્રયાસ કરતા મોટી સફળતા મળી છે. અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એમ. એન. રાણાને બાતમી મળતા પોલીસે અંજાર-ભૂજ બાયપાસ રોડ પર ઓમનગર રોડ પર ક્રિષ્નાનગર-2માં આવેલા "ઝમઝમ સ્ક્રેપ" નામના ભંગારના વાડામાં દરોડા પાડ્યા હતા. અહીં ચોરીના વાહનોના રજિસ્ટર્ડ નંબર બીજા વાહનો પર લગાવી તે વાહનોના ચેસીઝ નંબર તથા એન્જિન નંબર પણ બીજા વાહન પર લગાવી લઈ તે વાહનો ગ્રાહકોને વેચી દેવામાં આવતા હતા.

અંજારમાં ચોરી થયેલા વાહનોની નંબર પ્લેટ બદલી તેનું વેચાણ કરતા આરોપીઓની ધરપકડ
અંજારમાં ચોરી થયેલા વાહનોની નંબર પ્લેટ બદલી તેનું વેચાણ કરતા આરોપીઓની ધરપકડ

By

Published : Jun 5, 2021, 12:40 PM IST

  • અંજાર પોલીસે ચોરીના વાહનો વેચતા આરોપીની ધરપકડ કરી
  • રજિસ્ટર્ડ નંબર ચોરીના વાહનો પર લગાવી કરાતું હતું વેચાણ
  • પોલીસે કુલ 4.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો

કચ્છઃ અંજાર પોલીસે બાતમીના આધારે ભંગારના વાડામાં દરોડા પાડ્યા હતા. તે દરમિયાન એક કાળા રંગની સ્વિફ્ટ VDI ગાડી (રજિ. નં- GJ-12-એઈ-3866) ત્યાં પડી હતી, જેના એન્જિન નંબર, ચેસીઝ નંબરનું લેબલ કાઢી નાખવામાં આવ્યા હતા. અને તેમાં બીજો ચેસીઝ નંબર લગાવાયો હતો. તે વાહનના રજિસ્ટર્ડ નંબરના આધારે ઈ-પોકેટ કોપમાં વેરિફાય કરતા તે વાહન હારૂન ઉમર કુંભારના નામે અને સફેદ કલરની ગાડી હોવાનું જાણવા મળ્યું હતું. જયારે મળી આવેલી ગાડી કાળા રંગની હોવાથી તે અંગે શખ્સને પૂછતા તે મૂળ ગાડીનો રજિસ્ટર્ડ નંબર બીજો હોવાનું સામે આવ્યું હતું. આ ગાડી બાબતે પોકેટ કોપમાં સર્ચ કરતા તે ક્રિષ્ના રતીલાલ રાઠોડ, ચેન્નાઈ વાળાના નામે અને કાળા કલરની હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે કુલ 4.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો
આ પણ વાંચોઃઅમદાવાદમાં ACPના ઘરમાં થઈ ચોરી, 13 લાખથી વધુના મુદ્દામાલની ચોરી


પોલીસે કુલ 4,10,000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો

પોલીસે આરોપી પાસેથી મારૂતી 800 ગાડી, 3 અલ્ટો ગાડી, સ્વીફ્ટ ગાડી સહિત ગાડીનો ભંગાર મળીને કુલ 4,10,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત જે ગાડી કાપી આ ગાડીમાં રજિસ્ટર્ડ નંબર તથા ચેસીઝ નંબર લગાવેલા તે કપાયેલી ગાડીની બોડી એન્જિન તથા સ્પેર પાર્ટનો ભંગાર પણ મળી આવ્યો હતો.

રજિસ્ટર્ડ નંબર ચોરીના વાહનો પર લગાવી કરાતું હતું વેચાણ

આ પણ વાંચોઃભરબપોરે જ્વેલર્સની દુકાનના તાળાં તોડી 2.20 લાખના દાગીનાની ચોરી


નંબરો બદલાવી નાખી વેચી દેવાના સ્કેન્ડલનો પર્દાફાસ કરવામા આવ્યો

આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેની પૂછપરછ દરમિાયન બીજી ચાર ગાડીઓમાં પણ આ રીતે રજિસ્ટર્ડ નંબર તથા એન્જિન ચેસીઝ નંબર બદલાવી વેચી દીધી હોવાનું બહાર આવ્યું હતું. આથી તેણે વેચેલ અન્ય 4 વાહનો પણ કબજે કરી તેના વિરૂદ્ધ અંજાર પોલીસ સ્ટેશનમા ગુનો નોંધી વાહનોના નંબરો બદલાવી નાખી વેચી દેવાના સ્કેન્ડલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details