ભુજ: આ ઘટનાની વિગતો મુજબ થોડા દિવસ અગાઉ સોશિયલ મિડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં આરોપી મનસુખ યુવતી સાથે દુષ્કર્મ આચરી રહ્યો છે અને માર મારી નાણાં પડાવી રહ્યો છે. આ ચકચારી ઘટનાનો વીડિયો ખુદ આરોપીએ જ વાયરલ કર્યો હતો.
યુવતી સાથે દુષ્કર્મ અને નાણાં પડાવવાનો વીડિયો આરોપીએ જ કર્યો વાયરલ, પોલીસે કરી ધરપકડ - કચ્છ ન્યૂઝ
કચ્છના રાપર તાલુકાના એક ગામે યુવતી સાથે છરીની અણીએ દુષ્કર્મ, નાણાં પડાવવા અને દુષ્કર્મનો વીડિયો વાયરલ કરવાના કેસમાં પોલીસે આરોપી મનસુખ ઉર્ફે અનિયા ગાભા કોલીની ધરપકડ કરી છે. રાપર તાલુકાના ચકાસરીવાંઢમાંથી પોલીસે આરોપીને છરી સાથે ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
યુવતી
આ વીડિયો સામે આવતાં જ વીડિયો કચ્છના એક વિસ્તારનું હોવાનું સામે આવ્યું છે. જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી. વીડિયો સામે આવ્યા બાદ પરીવારજનોએ આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે ચાર ટીમો બનાવીને આરોપીની ધરપકડ કરી છે.
Last Updated : Mar 11, 2020, 11:43 AM IST