ગુજરાત

gujarat

ETV Bharat / state

અંજાર-મુંદ્રા હાઈવે પર અક્સ્માત, ટ્રક ડ્રાઈવરનુ મૃત્યું - Anjar Mundra Highway

અંજાર મુંદ્રા હાઈવે પર મોરબી થી મૃદ્રા જઈ વિક્રમજીતસિંહ શિખનો અક્સ્માત આગળના ટ્રક સાથે અક્સ્માત થયો હતો જેના કારણે તેમનું મૃત્યું થયુ હતુ.

yy
અંજાર-મુંદ્રા હાઈવે પર અક્સ્માત, ટ્રક ડ્રાઈવરનુ મૃત્યું

By

Published : May 28, 2021, 2:04 PM IST

  • અંજાર મુંદ્રા હાઈવે પર સર્જાયો અક્સ્માત
  • ડ્રાઈવરનું અક્સ્માતમાં મૃત્યું
  • પોલીસે તપાસ હાથ ધરી

અંજાર મુન્દ્રા હાઇવે પર ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળથી આવતી ટ્રક ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો અને ડ્રાઈવરનું કેબિનમાં દબાઈ જવાથી મૃત્યું થયું હતું.


ફરીયાદ નોંધાઈ

ગાંધીધામના ટ્રાન્સપોર્ટર શકિતસિંહ ભરતસિંહ ગોહિલે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે ટ્રકનો ડ્રાઈવર મોરબીથી મુંદ્રા જઈ રહ્યો હતો ત્યારે અંજાર પાસેના પુલ પર પહોંચતા આગળ ચાલતી ટ્રકે અચાનક બ્રેક મારતાં પાછળથી ફરિયાદીની ટ્રકનો અકસ્માત થયો હતો. જેથી ટ્રકચાલક વિક્રમજીતસિંહ શિખનું કેબિનમાં દબાઈ જવાથી મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો : વાપી નજીક નેશનલ હાઇવે પર 3 કાર વચ્ચે અકસ્માત, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

ABOUT THE AUTHOR

...view details