ગુજરાત

gujarat

ETV Bharat / state

મુન્દ્રા કસ્ટોડીયલ ડેથ મામલો: 3 ફરાર આરોપીનું ફરાર વોરન્ટ મંજૂર - Absconding warrant

કચ્છમાં મુન્દ્રા કસ્ટોડીયલ ડેથના 3 ફરાર આરોપીનું CRPC-70 મુજબનું ફરાર વોરન્ટ પશ્ચિમ કચ્છ પોલીસે મેળવ્યું હતું. ત્રણેય આરોપીને ભાગેડુ જાહેર કરવાની દિશામાં પશ્ચિમ કચ્છ પોલીસે પ્રથમ કોર્ટ કાર્યવાહી માટે મુન્દ્રા ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાંથી CRPC-70 મુજબનું વોરન્ટ મેળવ્યું હતું.

Mundra custodial death
Mundra custodial death

By

Published : Mar 21, 2021, 12:23 PM IST

  • મુન્દ્રા કસ્ટોડીયલ ડેથના 3 ફરાર આરોપીનું CRPC-70 મુજબનું ફરાર વોરન્ટ મેળવતી પશ્ચિમ કચ્છ પોલીસ
  • પશ્ચિમ કચ્છ પોલીસ કોર્ટમાંથી CRPC-70 મુજબનું ફરાર વોરન્ટ મેળવ્યું
  • 3 પોલિસ કર્મચારીઓ પોલીસની પકડમાં ન આવતા ભાગેડુ જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ

કચ્છ: કસ્ટોડીયલ ડેથના 3 મહિના બાદ પણ મુન્દ્રા પોલિસ મથકે પોલીસે દમનથી બે યુવકોના મોતના મામલામાં મુખ્ય 3 પોલીસ કર્મચારીઓ પોલિસની પકડમાં ન આવતા પશ્ચિમ કચ્છ પોલીસે કોર્ટમાંથી CRPC-70 મુજબનું ફરાર વોરન્ટ મેળવ્યું હતું.

આ પણ વાંચો: કચ્છ: કસ્ટોડિયલ ડેથ કેસમાં અમદાવાદ ATSની ટીમે પોલીસ કોન્સ્ટેબલને ઘરમાંથી ઝડપ્યો

3 પોલિસ કર્મચારીઓ પોલીસની પકડમાં ન આવતા ભાગેડુ જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ

કસ્ટોડીયલ ડેથ કેસના મામલામાં શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહીલ, અશોક લીલાધર કનાદ તથા જયદેવસિંહ અજીતસિંહ ઝાલા આ ગુનામાં લાંબા સમયથી ફરાર છે. પશ્ચિમ કચ્છ પોલીસ ઉપરાંત ગુજરાત ATSની તપાસમાં પણ તેઓ હાથ લાગ્યા નથી ત્યારે તેને ભાગેડુ જાહેર કરવાની દિશામાં પશ્ચિમ કચ્છ પોલીસે પ્રથમ કોર્ટ કાર્યવાહી માટે મુન્દ્રા ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાંથી CRPC-70 મુજબનું વોરન્ટ મેળવ્યું હતું.

આ પણ વાંચો: મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ મામલો: આરોપીઓને આશરો આપનાર નરવીરસિંહ સરવૈયા ઝડપાયો

જાહેર જનતાને અપીલ કરાઈ

પોલીસે જાહેર જનતાને અપીલ પણ કરી છે કે, ત્રણેય ફરાર પોલીસ કર્મચારી અંગે જાણ થાય તો પશ્ચિમ કચ્છ જિલ્લા નાયબ પોલિસ અધિક્ષક જે.એન.પંચાલ મો-9978408244, લોકલ ક્રાઇમ બ્રાન્ચના એસ.એસ.જે.રાણા મો-9687609369 તથા મુન્દ્રા પોલિસ મથકના PI બી.એમ.જાની મો-9904392027 પર સંપર્ક કરવો.

ABOUT THE AUTHOR

...view details