ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજમાં AAPના આગેવાનો દ્વારા કાર્યાલય ખુલ્લું મુકાયું, 25 કાર્યકરો આપમાં જોડાયા - Gopal Italia

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વર્ષ 2022માં યોજાવાની છે. જોકે, તે પહેલા જ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે કચ્છમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ આગેવાનો દ્વારા ભુજના કૈલાશ નગર ખાતે કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ તકે 25 કાર્યકરો AAPમાં જોડાયા હતા.

ભુજમાં AAPના આગેવાનો દ્વારા કાર્યાલય ખુલ્લું મુકાયું
ભુજમાં AAPના આગેવાનો દ્વારા કાર્યાલય ખુલ્લું મુકાયું

By

Published : Jul 9, 2021, 2:52 PM IST

  • આમ આદમી પાર્ટીનું કાર્યાલય ખુલ્લું મુકાયું
  • AAPની એન્ટ્રીથી રાજકીય માહોલ વધુ ગરમાયો
  • 25 કાર્યકરો AAP માં જોડાયા

કચ્છઃ વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ હાલ ગુજરાતની અંદર રાજકીય માહોલ ગરમાયો છે. તમામ રાજકીય પક્ષોએ પોતાની દરેક બેઠકની કમાન સંભાળી છે અને કેમ વધુ બેઠકો હાંસલ કરાય તે અંગેના પગલાં અત્યારથી જ લેવાઈ રહ્યા છે. ત્યારે ગુરૂવારે કચ્છમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ આગેવાનો દ્વારા ભુજના કૈલાશ નગર ખાતે કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

ભુજમાં AAPના આગેવાનો દ્વારા કાર્યાલય ખુલ્લું મુકાયું

2022માં યોજાશે વિધાનસભાની ચૂંટણી

વર્ષ 2022ની વિધાનસભા ચુંટણી માટે તમમાં પક્ષના સંગઠનો સક્રિય બની રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ પણ પ્રદેશની કમાન યુવા ટીમને આપવા કમર કસી રહી છે. તો બીજી બાજુ ગુજરાતની અંદર AAPની એન્ટ્રીથી રાજકીય માહોલ વધુ ગરમાયો છે. આવનારી વિધાનસભાની ચૂંટણી અગાઉની ચૂંટણીઓ કરતા કંઈક અલગ હશે.

ભુજમાં AAPના આગેવાનો દ્વારા કાર્યાલય ખુલ્લું મુકાયું

આ પણ વાંચોઃ આમ આદમી પાર્ટીના કાર્યાલયના થયું ઉદ્ઘાટન

તમામ પક્ષો વિધાનસભાની ચૂંટણીને લઈને એક્શન મોડમાં

કચ્છની 6 વિધાનસભાની બેઠકની વાત કરીએ તો તમામ રાજકીય પક્ષો, સંગઠન, સામાજીક સંગઠનો વિવિધ કાર્યક્રમો કરી એક્શન મોડમાં આવી ગયા છે. ત્યારે કૈલાશ નગર ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. જેમાં ગુજરાત પ્રદેશ AAPના ઉપાધ્યક્ષ ભેમા ચૌધરી, સંગઠન મંત્રી રમેશ નાભાણી તથા પૂર્વ પશ્ચિમ કચ્છના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ભુજમાં AAPના આગેવાનો દ્વારા કાર્યાલય ખુલ્લું મુકાયું

ગોપાલ ઇટાલિયા અને નેતા ઈશુદાન ગઢવી કચ્છના પ્રવાસે આવશે

આ ઉપરાંત આજે 25 કાર્યકરોએ AAPનો ખેસ પહેરી પાર્ટીમાં જોડાયા હતા. આ કાર્યકરોને વધુમાં વધુ લોકો આપમાં જોડાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો ગુજરત પ્રદેશના ઉપાધ્યક્ષ ભેમા ચૌધરી અને ઉત્તરઝોનના સંગઠન મંત્રી રમેશ નાભાણી દ્વારા આપવામાં આવ્યાં હતા. આગામી સમયમાં ગુજરાત પ્રદેશના આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને નેતા ઈશુદાન ગઢવી કચ્છના પ્રવાસે આવશે.

ભુજમાં AAPના આગેવાનો દ્વારા કાર્યાલય ખુલ્લું મુકાયું

આ પણ વાંચોઃ 'આપ' ના શરણે ઇસુદાન: મુખ્યપ્રધાન કેજરીવાલે પાર્ટીનો ખેસ પહેરાવી કર્યું સ્વાગત

ABOUT THE AUTHOR

...view details