ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજ વિધાનસભા બેઠક માટે આપે ઉમેદવાર જાહેર કર્યાં, પાટીદાર કાર્ડ ખેલાયું - આપના ભુજ વિધાસસભા બેઠક ઉમેદવાર રાજેશ પિંડોરિયા

આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ( Gujarat Assembly Election 2022 ) ભુજ વિધાનસભા બેઠક પર ( Aam Aadmi Party Bhuj Assembly Seat Candidate ) પાટીદાર ઉમેદવાર ( Patidar card played ) જાહેર કર્યાં છે. ત્રિપાંખીયો જંગ પહેલીવાર થવા જઇ રહ્યો છે ત્યારે ભાજપ કોંગ્રેસે નવી રણનીતિ અપનાવવાનો વારો આવી ગયો છે.

ભુજ વિધાનસભા બેઠક માટે આપે પાટીદાર ઉમેદવાર જાહેર કર્યાં, પાટીદાર કાર્ડ ખેલાયું
ભુજ વિધાનસભા બેઠક માટે આપે પાટીદાર ઉમેદવાર જાહેર કર્યાં, પાટીદાર કાર્ડ ખેલાયું

By

Published : Oct 24, 2022, 6:26 PM IST

Updated : Oct 24, 2022, 7:50 PM IST

ભુજઆગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) યોજાવાની છે ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાની તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી ( BJP ) અને કોંગ્રેસ પક્ષો સિવાય આમઆદમી પાર્ટી અને ઓવૈસી મુખ્ય બે રાજકીય પક્ષના મત તોડશે તેવી ચર્ચાઓ થઈ રહી છે. તે વચ્ચે આમ આદમી પાર્ટીએ ભુજ વિધાનસભા બેઠક માટે પાટીદાર ઉમેદવાર જાહેર ( Aam Aadmi Party Bhuj Assembly Seat Candidate ) કરવામાં આવ્યા છે. ત્યારે અન્ય મુખ્ય પક્ષોને પણ વિચારવા મજબૂર કરી દીધા છે.આમ આદમી પાર્ટી દ્વારા ભુજ વિધાનસભા બેઠક માટે લેવા પટેલ સમાજના મિરજાપર ગામના રાજેશ પિંડોરિયાના નામની જાહેરાત કરવામાં આવી છે.

આપના ભુજ વિધાસસભા બેઠક ઉમેદવાર રાજેશ પિંડોરિયા છે

પાટીદાર ઉમેદવાર જાહેર કરતા અન્ય પક્ષો વિચારવા થયાં મજબૂરસરહદી જિલ્લા કચ્છના રાજકારણમાં મહત્ત્વની ગણાતી ભુજની બેઠક માટે અરાવિંદ કેજરીવાલના પક્ષે પાટીદાર કાર્ડ ઉતરીને રસપ્રદ સમીકરણ સર્જી દીધું છે. આપના ભુજ વિધાસસભા બેઠક ઉમેદવાર રાજેશ પિંડોરિયા છે. ( AAP Bhuj Assembly seat candidate Rajesh Pindoria ) કોંગ્રેસ દ્વારા પણ આ બેઠક માટે પાટીદાર ઉમેદવારનું નામ અંતિમ તબક્કે વિચારાઈ રહ્યા હોવાનું રાજકીય સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. હવે સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટી પાટીદાર ઉમેદવારને ટિકિટ આપશે કે પછી કોઈ અન્ય ઉમેદવારને ટિકિટ મળશે.

પાટીદારો પાટીદાર સમાજના ઉમેદવારને જ મત આપશેરાજકીય તજજ્ઞ ચંદ્રવદનભાઈ પટ્ટણીએ ETV Bharat સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે,ગુજરાત વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) જાહેર થાય એ પહેલા જ લેવા પટેલ સમાજના મિરજાપર ગામના રાજેશ પિંડોરિયાના (AAP Bhuj Assembly seat candidate Rajesh Pindoria ) નામની જાહેરાત થઈ છે.. ભુજ બેઠકમાં લેવા પટેલ ચોવીસીના ગામોના પાટીદાર મતદારો મહત્વનું સંખ્યાબળ ધરાવે છે. પાટીદારોની સંખ્યા ભુજ વિધાનસભા બેઠક માટે વધારે છે અને પાટીદારો પાટીદાર સમાજના ઉમેદવારને જ મત આપશે. બંને મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ ( Congress ) અને ભાજપ બંનેને આમ આદમી પાર્ટીના આ જાહેરાતને પગલે વિચારતા કરી મુક્યા છે અને સરકાર પણ પાટીદારને મહત્વ આપે છે.

ભુજ વિધાનસભા બેઠકનું રાજકારણ અને પાટીદાર પાવર ફરી ચર્ચામાં ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માટે કોંગ્રેસ અને ભાજપ ક્યાં ઉમેદવારો મેદાનમાં ઉતારશે તેનો આધાર કેજરીવાલ અને ઓવૈસીની પાર્ટીના ઉમેદવારો ઉપર છે. ભૂતકાળમાં અપક્ષ ઉમેદવારી કરનારા લેવા પાટીદાર જ્ઞાતિના વરિષ્ઠ આગેવાન 18,000 જેટલા નોંધપાત્ર મત લઇ ચૂક્યા હોવાથી બહુમતી વર્ગના મતમાં ભાગ પડવાની સ્થિતિ વચ્ચે મહત્ત્વની ભુજ બેઠક રાજકારણ અને પાટીદાર પાવર ફરી ચર્ચામાં આવ્યા છે. ગત બે ચૂંટણીના પરિણામને કેન્દ્રમાં રાખીને કોંગ્રેસ દ્વારા બહુમતી વર્ગના અને પાટીદાર ઉમેદવારને જ ટિકિટ આપવામાં આવશે તેવું વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે.

સત્તાપક્ષ પણ પાટીદાર ઉમેદવાર કરી શકે છે જાહેર રાજકીય તજજ્ઞના જણાવ્યા મુજબ આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ પક્ષથી પાટીદાર ઉમેદવાર આવે તેમ હોવાથી સત્તાપક્ષ પણ ચર્ચામાં રહેલા અનેક નામો વચ્ચે પાટીદાર ફેક્ટર મુજબ ઉમેદવાર રજૂ કરી શકે છે. ભાજપના અધ્યક્ષ કેશુભાઇ પટેલ ઉપરાંત માધાપરના કૌશલ્યાબેન માધાપરિયાને ટિકિટ મળવાની શક્યતા વધી શકે છે, તો નવા અને મજબૂત ચહેરા તરીકે લેવા પટેલ સમાજના અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયાને મેદાનમાં ઉતારી શકે છે. હાલના જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા પણ ઉમેદવારના વિકલ્પ તરીકે ગણી શકાય છે.

Last Updated : Oct 24, 2022, 7:50 PM IST

ABOUT THE AUTHOR

...view details