ગુજરાત

gujarat

ETV Bharat / state

NASAના IPCC રિપોર્ટમાં કંડલાને આપવામાં આવી ભયજનક ચેતવણી! જાણો શું મામલો...

ક્લાઇમેટ ચેન્જ પર IPCCના નવા અહેવાલમાં ભારત માટે ભયજનક ચેતવણીઓ આપવામાં આવી છે, જે હવામાનની પેટર્ન અને પર્યાવરણીય પરિબળોમાં પહેલેથી જ અણધારી ઉથલપાથલમાંથી પસાર થઈ રહી છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 2100 સુધીમાં ભારતના 12 દરિયાકાંઠાના શહેરો જેમા ગુજરાતના કંડલા, ઓખા, ભાવનગરનું ડૂબી જવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

NASAના IPCC રિપોર્ટમાં કંડલાને આપવામાં આવી ભયજનક ચેતવણી
NASAના IPCC રિપોર્ટમાં કંડલાને આપવામાં આવી ભયજનક ચેતવણી

By

Published : Aug 17, 2021, 7:39 PM IST

  • આગામી 80 વર્ષમાં એટલે કે વર્ષ 2100 સુધીમાં ભારતના 12 શેહેરો પાણીમાં સમાઈ જશે
  • ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના કારણે સમુદ્રની જળસપાટીમાં વધારો થશે
  • કચ્છ જિલ્લાના કંડલામાં પણ સમુદ્રની જળસપાટી 1.87 ફૂટ વધી જશે.
  • આબોહવા વ્યવસ્થા અને પરિવર્તનની પરિસ્થિતિઓ અંગેનો અહેવાલ

કંડલા : નાસા (Nasa) એ IPCC (Intergovernmental Panel on Climate Change) ના અહેવાલને ટાંકીને સમુદ્રમાં ડૂબતા ઘણા શહેરોને લઆને ચેતવણીઓનું પુનરાવર્તન કર્યું છે. IPCCનો આ છઠ્ઠો આકારણી અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો, જે આબોહવા વ્યવસ્થા અને આબોહવા પરિવર્તનની પરિસ્થિતિઓને વધુ સારી રીતે વ્યાખ્યાયિત કરે છે.

એજન્સીએ એવા 12 ભારતીય શહેરોની ઓળખ કરી

નાસાના IPCC રિપોર્ટનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં દરિયાની સપાટીમાં ફેરફારનું મૂલ્યાંકન કરવા માટે કર્યો છે. સ્પેસ એજન્સીએ એવા 12 ભારતીય શહેરોની ઓળખ કરી છે કે, જે પરિસ્થિતિને કાબૂમાં ન રાખતા આબોહવા પરિવર્તન અને દરિયાના વધતા સ્તરને કારણે પાણીમાં સમાઈ તેવી શક્યતા છે.

NASAના IPCC રિપોર્ટમાં કંડલાને આપવામાં આવી ભયજનક ચેતવણી

IPCCનું 1988થી દર 5થી7 વર્ષે વૈશ્વિક ધોરણે મૂલ્યાંકન

IPCC 1988 થી દર 5થી 7 વર્ષે પૃથ્વીની આબોહવાનું વૈશ્વિક ધોરણે મૂલ્યાંકન કરી રહ્યું છે, જે તાપમાન અને બરફના આવરણ, ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન અને સમગ્ર ગ્રહમાં દરિયાના સ્તર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમના સમુદ્ર-સ્તરના અંદાજો ઉપગ્રહો અને જમીન પરના સાધનો દ્વારા એકત્ર કરવામાં આવેલા ડેટા, તેમજ વિશ્લેષણ અને કમ્પ્યુટર સિમ્યુલેશન પર આધારિત છે.

વર્ષ 2100 સુધીમાં વિશ્વનું તાપમાન નોંધપાત્ર રીતે વધશે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2100 સુધીમાં વિશ્વનું તાપમાન નોંધપાત્ર રીતે વધશે. ભવિષ્યમાં લોકોને સખત ગરમીનો સામનો કરવો પડશે. જો કાર્બન ઉત્સર્જન અને પ્રદૂષણ અટકાવવામાં નહીં આવે તો તાપમાનમાં સરેરાશ 4.4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઇ શકે છે. આ ઉપરાંત, આગામી 2 દાયકામાં તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે.

અગાઉ 100 વર્ષમાં એક વખત જોવા મળતા હતા સપાટીમાં ફેરફારો

IPCC રિપોર્ટ સૂચવે છે કે, એશિયાની આસપાસ દરિયાની સપાટી સરેરાશ વૈશ્વિક દર કરતા ઝડપી દરે વધી રહી છે. રિપોર્ટ સૂચવે છે કે દરિયાની સપાટીમાં ભારે ફેરફારો, જે અગાઉ 100 વર્ષમાં એક વખત જોવા મળતા હતા, 2050 સુધીમાં દર 6થી 9 વર્ષમાં એક વખત આવી શકે છે.

ગુજરાતના 3 શહેરો આગામી 80 વર્ષોમાં લગભગ 3 ફૂટ પાણીમાં

અહેવાલ મુજબ, આગામી 80 વર્ષોમાં એટલે કે વર્ષ 2100 સુધીમાં, ભારતના 12 શહેરો દરિયાની સપાટીમાં વધારો થવાને કારણે લગભગ 3 ફૂટ પાણીમાં જશે અને તેમાં ગુજરાતના 3 શહેરો ઓખા, ભાવનગર અને કચ્છ જિલ્લાના કંડલાનો સમાવેશ થાય છે.

વર્ષ 2100 સુધીમાં કંડલામાં દરિયાનું સ્તર 1.87 ફૂટ વધશે

કચ્છ જિલ્લાનું કંડલા દરિયાની નજીક આવેલું શહેર છે અને ભારતનું સૌથી મોટું બંદર છે. અહીંથી આયાત નિકાસ દરિયાઈ માર્ગે સૌથી વધુ છે. નાસાના IPCC અહેવાલ મુજબ, વર્ષ 2100 સુધીમાં કંડલામાં દરિયાનું સ્તર 1.87 ફૂટ વધી જશે.

ક્લાયમેન્ટ ચેન્જ પર સ્ટડી ચાલુ, સ્ટડી કર્યા બાદ આઉટપુટ

IPCCનો જે રિપોર્ટ છે એને પૂરી રીતે સ્ટડી કરીને એના પર અમે ચોક્કસ રીતે અમારા મંતવ્યો આપીશું. અહીં જે મેરિટાઈમ સેફ્ટી કમિટી તથા મરીન એન્વાયરમેન્ટલ પોટેંશન કમિટી પાસે અમારા દ્વારા દર વર્ષે ડેલિગેશન જતું હોય છે અને એના પર વાર્તાલાપ પણ થતો હોય છે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા પણ સ્ટડીને લગતા જરૂરી કાગળો જમાં કરાવવામાં આવે છે. આ ઉપરાંત હાલમાં ક્લાયમેન્ટ ચેન્જ પર સ્ટડી ચાલુ જ છે અને સ્ટડી કર્યા બાદ કોઈ આઉટપુટ નીકળશે તો અમે તમામને જાણ કરીશું. - કેપ્ટન સંતોષકુમાર દારોકરે (પ્રધાન અધિકારી, સમુદ્રી વાણિજ્ય વિભાગ )

જાણો શું કહ્યું કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ સાયન્સ વિભાગના હેડ ?

IPCC ના રિપોર્ટ અંગે કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ સાયન્સ વિભાગના હેડ ડૉ મહેશ ઠકકરે ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આજથી 8000થી 15000 વર્ષ અગાઉ પણ સમુદ્રની સપાટીમાં સતત વધારો જોવા મળ્યો હતો. આ ઉપરાંત છેલ્લાં 20,000 વર્ષથી સમુદ્રની સપાટીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આથી અગાઉ સમુદ્રની સપાટીનું સ્તર નીચું આવતા 1,10,000 વર્ષ લાગ્યા હતા. સમુદ્રની જળ સપાટીમાં વધારો ઘટાડો થવો એ એક સતત ચાલતી પ્રક્રિયા છે.

સમુદ્રની જળ સપાટીમાં વધારો ઘટાડો થવો એ એક સતત ચાલતી પ્રક્રિયા

અત્યારે જે સમુદ્રની જળસપાટી છે તેને '0' (શૂન્ય) માનીએ અને આજથી ઘણા વર્ષો પહેલા સમુદ્રની જળસપાટી કેટલી હતી એની વાત કરીએ તો આજથી 18000 થી 20,000 વર્ષ પહેલાં 120 મીટર નીચે હતું. એનો અર્થ એ થાય છે કે 20000 વર્ષમાં 120 મીટર પાણીનું સ્તર વધ્યું છે. આથી અગાઉના વર્ષોની વાત કરીએ તો 1.20 લાખ વર્ષ પહેલાં પણ પાણીનું સ્તર વધારે હતું અને ત્યારબાદ 1 લાખ વર્ષોમાં તે સતત ઘટ્યું છે અને ત્યારબાદના માત્ર 20000 વર્ષોમાં પાણીનું સ્તર વધ્યું છે, આ માટે લોકોને ખ્યાલ હોવું જોઈએ કે સમુદ્રની જળ સપાટીમાં વધારો ઘટાડો થવો એ એક સતત ચાલતી પ્રક્રિયા છે.

ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેન્ટ ચેન્જના કારણે સમુદ્રની જળ સપાટીમાં વધારો

ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેન્ટ ચેન્જના કારણે સમુદ્રની જળ સપાટીમાં વધારો થાય છે. ક્લાયમેન્ટ ચેન્જ પણ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. આ ઉપરાંત ગ્લોબલ વોર્મિંગ પણ નિરંતર ચાલતી પ્રક્રિયા છે, કારણ કે આપણે જાણીએ છીએ કે આજે આપણે ફોસિલ ફ્યુલનો ઉપયોગ કરીએ છીએ, તથા કાર્બન ડાયોક્સાઈડના પ્રમાણમાં થતી વધ-ઘટ પણ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. છેલ્લા 1000 વર્ષોથી આપણે ઇંથરોપોલોજી એક્ટિવિટી વધારી નાખી છે ,કે જેનાથી સમુદ્ર જળ સપાટીનું સ્તર છે તે કંઇક વધારે ઝડપથી વધી રહ્યું છે.

Sea Level Projection દ્વારા વર્ષ 2100 સુધીમાં જળસપાટીનું સ્તર જાણી શકાશે

આ ઉપરાંત NASA દ્વારા Sea Level Projection નામનું એક Tool બનાવવામાં આવ્યું છે, જેમાં આપણે દરેક સમુદ્ર કિનારાના વિસ્તારોની આવનારા સમયમાં વર્ષ 2100 સુધી જળસપાટી કેટલી હશે તે જોઈ શકીએ છીએ. જ્યારે કોઈ પોર્ટનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કરવું હશે તે સમયે આ એપ ખૂબ જરૂરી સાબિત થશે.

ABOUT THE AUTHOR

...view details