- ભૂજમાં પૂરઝડપે આવેલી ટ્રકની ટક્કરથી બાઈક સવારનું મોત
- બાઈક પર સવાર યુવકનું ટ્રક નીચે કચડાઈ જતા મોત નીપજ્યું
- ભૂજમાં એરપોર્ટ રિંગ રોડ પર સહયોગનગર નજીક આવેલી સુપર માર્કેટની ઘટના
ભૂજઃ શહેરના એરપોર્ટ રિંગ રોડ પર સહયોગનગર નજીક એકતા સુપર માર્કેટની સામે બેકાબૂ બનેલી અને પૂરઝડપે આવેલી ટ્રકે ત્રિપલ અકસ્માત સર્જ્યો હતો. હિલ ગાર્ડન તરફથી એરપોર્ટ તરફ જતી બેકાબૂ બનેલી ટ્રકે બાઈક, પીકઅપ જિપ અને નાસ્તાની ત્રણ લારીઓને ટક્કર મારી હતી. આ ઘટનામાં બાઈક સવાર યુવાન ટ્રકના ટાયરમાં આવી જતા ગંભીર ઈજા પહોંચી હતી. જોકે, ત્યારબાદ યુવકનું મોત નીપજયું હતું.
આ પણ વાંચો-વાપી નજીક નેશનલ હાઇવે પર 3 કાર વચ્ચે અકસ્માત, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
ટ્રકચાલક ટ્રક છોડીને ફરાર
આ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ, એરપોર્ટ રિંગ રોડ પર હિલ ગાર્ડનથી એરપોર્ટ તરફ આવતી ટ્રક એકતા સુપર માર્કેટ સામે ઢોળાણ વાળા માર્ગ પર બેકાબૂ બની હતી. ટ્રકચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રકે ચોકડી પાસે જ એક બાઈક, પીકઅપ જિપ અને નાસ્તાની ત્રણ લારીઓને ટક્કર મારી હતી. આ ગમખ્વાર બનાવમાં બાઈક સવાર લાલુભા જિતુભા વાઘેલા (ઉ.વ. 44)નું મોત નીપજયું હોવાનું ભૂજ શહેર એ ડિવિઝન પોલીસે જણાવ્યું હતું. જ્યારે અન્ય ત્રણ જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી ટ્રક ચાલક ટ્રક છોડીને ભાગી ગયો હતો.
આ પણ વાંચો-10 સેકન્ડમાં જ બે માળનું મકાન થયું ધરાશાયી, લોકડાઉનના કારણે મોટો અકસ્માત થતા ટળ્યો
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
આ અકસ્માતમાં બાઈક ટ્રકના ટાયર નીચે આવી ગઈ હતી, જેમાં હતભાગીને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ભુજની જિ. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ માથાના ભાગે ગ્ંભીર ઈજા પહોંચતા સારવાર નસીબ થાય તે પહેલા જ દમ તોડયો હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.