ગુજરાત

gujarat

ETV Bharat / state

નખત્રાણામાં કન્યા છાત્રાલય મધ્યે કુલ 154 બેડવાળુ કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું - Nakhatrana girls school

કચ્છના નખત્રાણા કન્યા છાત્રાલય મઘ્યે તમામ સુવિધાઓ વાળુ 154 બેડ સાથેનું કોવિડ સેન્ટર ઉભું કર્યું હતું. જેમાં 50 બેડ ઓક્સિજનની સુવિધા છે.

કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું
કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું

By

Published : May 11, 2021, 9:50 AM IST

  • નખત્રાણા કન્યા છાત્રાલય મઘ્યે 154 બેડ સાથેનું કોવિડ સેન્ટર ઉભું કર્યું
  • ભાજપ-કોંગ્રેસ બન્ને એક થઈ મહામારીમાં કચ્છને કોરોનામુક્ત કરવા આગળ આવી રહ્યા
  • કોરોના સંક્રમિતોથી દૂર ભલે રહો પણ અણગમો ન કરવો

કચ્છ :જિલ્લામાં કોરોના મહામારીની બીજી લહેર સમગ્ર જિલ્લામાં વર્તાઈ રહી છે. આ મહામારી સામે લડવા માટે પાટીદાર સમાજે કોરોનાગ્રસ્ત દર્દીઓને કેમ મદદરૂપ થવું અને કેવી રીતે કોરોનાને મ્હાત આપવી તેના ભાગરૂપે નખત્રાણા પાટીદાર અગ્રણીઓ એ પક્ષ-વિપક્ષ ભૂલી એક થઈને નખત્રાણા કન્યા છાત્રાલય મઘ્યે તમામ સુવિધાઓ વાળુ 154 બેડ સાથેનું કોવિડ સેન્ટર ઉભું કર્યું હતું. જેમાં 50 બેડ ઓક્સિજનની સુવિધા છે.

આ પણ વાંચો : રાજ્યપ્રધાને કચ્છના રાતાતળાવ ખાતે સંત શ્રી ઓધવરામ કોવિડ કેર સેન્ટરની લીધી મૂલાકાત

ભાજપ કોંગ્રેસની એકતા નખત્રાણામાં જોવા મળી હતીકોરોનાકાળમા લોકોને ઉપયોગી થવા ભાજપ કોંગ્રેસની એકતા નખત્રાણામાં જોવા મળી હતી. ભાજપ કોંગ્રેસ બન્ને એક થઈ મહામારી સામે લડી કચ્છને કોરોનામુક્ત કરવા આગળ આવી રહ્યા છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઇનનું તમામ પાલન કરે અને કોરોના સામે રક્ષા મેળવવા રસીકરણનો અવશ્ય લાભ લે તેવું રાજ્યપ્રધાને જણાવ્યું હતું. આ પણ વાંચો : કચ્છના સીમાડાઓના ગામડાઓમાં કોવિડ સેન્ટર શરૂ કરવાની માગ
કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું
કોરોના સંક્રમિતોથી દૂર ભલે રહો પણ અણગમો ન કરો

અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમિતોથી દૂર ભલે રહો પણ અણગમો ન કરો. સાંત્વના માત્રથી સાજા થઈ જવાય છે. તેથી આવા દર્દીઓને ડરાવો નહીં ડરનો માહોલ ઉભો ન કરો. લોકોને સાંત્વના આપી અને સરકાર દ્વારા જે પણ સૂચના મળે એનું પાલન કરો. પાટીદાર સમાજ કોરોનાકાળમાં પાયાની સુવિધા ઉભી કરી કોરોનાગ્રસ્ત દર્દીઓની મદદે આગળ આવ્યા છે. આ સમાજ દ્વારા અનેક વખત મુશ્કેલીઓના સમયમાં સેવા કરવામાં આવી છે.


કોવિડ સેન્ટર ઉદ્ઘાટન કાર્યક્રમમાં અગ્રણીઓ ઉપસ્થિત રહયા

કોવિડ સેન્ટર ઉદ્ઘાટન કાર્યક્રમમાં કેન્દ્રીય ઉપપ્રમુખ ડૉ. શાંતિલાલ સેઘાણી, જિલ્લા પંચાયતના નયનાબેન પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ જયસુખ પટેલ, ભાજપ પ્રમુખ દિલીપ નારસિંઘણી, કોંગ્રેસ પ્રમુખ રાજેશ આહીર, કાનજી દાદા કાપડી,ભરત સોમજીયાની, પ્રવીણ ધોળું, અમૃતલાલ ધોળું, ઇશ્વરભાઈ ભગત, નીતિન ઠક્કર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

ABOUT THE AUTHOR

...view details