ગુજરાત

gujarat

ETV Bharat / state

કુનરીયા ગામમાં 15 દિવસનું આયોજન કરી ગામ કોરોનામુક્ત બને એવી વ્યુહરચના કરવામાં આવી - CORONA UPDATES

આરોગ્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કુનરીયા ગામને ટેસ્ટીંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટની ઉત્તમ સુવિધા ઉભી કરી ગામને કોરોનામુક્ત બનાવવામાં આવી રહ્યું છે. જન અભિયાન અંતર્ગત કુનરીયા જુથ ગ્રામ પંચાયત દ્રારા કોવિડ રિસ્પોન્સ ટીમની મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં 15 દિવસનું આયોજન કરીને આખું ગામ કોરોનામુક્ત બને એવી વ્યુહરચના કરવામાં આવી હતી.

કુનરીયા ગામમાં 15 દિવસનું આયોજન કરી ગામ કોરોનામુક્ત બને એવી વ્યુહરચના કરવામાં આવી
કુનરીયા ગામમાં 15 દિવસનું આયોજન કરી ગામ કોરોનામુક્ત બને એવી વ્યુહરચના કરવામાં આવી

By

Published : May 12, 2021, 2:11 PM IST

  • મારું ગામ કોરોના મુક્ત ગામ જન અભિયાન 2021 અંતગર્ત કુનરીયા ગામની પહેલ
  • યુવાનો રસી માટે નોંધણી કરાવે એ માટે સરળ ટ્યુટોરીયલ વીડિયો બનાવી માર્ગદર્શન
  • દાતાના સહયોગથી 60 વર્ષથી ઉપરના વડીલોને મોબીલાઈઝ કરવા વાહન વ્યવસ્થા

કચ્છ: સમગ્ર રાજ્યમાં 'મારૂં ગામ કોરોનામુકત ગામ' રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાન અંતર્ગત દરેક ગામ કોરોનામુક્ત ગામ બને અને કોરોના મહામારીથી બચવા પંચાયતના પદાધિકારીઓને ઉત્તમ કામગીરી કરવા અપીલ કરવામાં આવી હતી. ક્ચ્છ જિલ્લામાં પણ આ અભિયાન અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે. ભુજ તાલુકાનું કુનરિયા ગામ 'મારૂ ગામ કોરોનામુક્ત ગામ' સુત્રને સાર્થક કરવા આગળ આવ્યું છે.

અત્યાર સુધીમાં માત્ર 13 જ પોઝિટિવ કેસો નોંધાયા

હાલમાં ગામમાં અત્યાર સુધીમાં માત્ર 13 જ પોઝિટિવ કેસો નોંધાયા છે અને જેમાંથી હાલ 3 લોકો હોમ આઇસોલેશનમાં છે. જ્યારે બાકીના સાજા થઈ ગયા છે અને 1નું અન્ય બીમારીના કારણોસર મોત થયું છે.

આ પણ વાંચો:પોરબંદરના કુતિયાણાને સલામ: મારુ ગામ કોરોનામુક્ત ગામ અભિયાનમાં રાજ્ય સરકારની સાથે રહીને કાબિલેદાદ કામગીરી

કોવિડ સંબંધિત લક્ષણો જણાય એવા લોકો માટે વ્યવસ્થા ઊભી કરાઇઆ વ્યૂહરચના અંતર્ગત તમામ ઘરનો સર્વે કરવામાં આવશે. આ સર્વેમાં કોવિડ સંબંધિત લક્ષણો જણાય એવા તમામ લોકોને કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવશે. આ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરમાં એક નોડેલ ઓફિસરની નિમણુક કરવામાં આવી છે. આ સેન્ટરમાં જરૂરી સગવડો જેમકે, ખાટલા,પંખા તેમજ તમામ બેડની જોડે ખુરશી, કોવિડ કેર સેન્ટરમાં પીવાનું શુદ્ધ પાણી, ચા-નાસ્તો જમવાનુ અને લીંબુ પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. દર્દીઓને સમયસર તપાસ થતી રહે એ માટે પલ્સ ઓકસીમીટર, ગ્લુકોમીટર, બ્લડ પ્રેશર મોનિટર અને ડોક્ટરના માર્ગદર્શન હેઠળ દવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

જનજાગૃતિ માટે લેવાયા જુદા-જુદા પગલા

આ ઉપરાંત ગામ લોકોને જનજાગૃતિ માટે મોટા બેનરો લગાવી સાવચેતીના પગલાં, કોરોનાના લક્ષણો, સામાન્ય સારવારના ઉપાય અને રસી લેવા અવગત કરાયા હતા. ઉપરાંત મંદિર, મસ્જિદમાં લાઉડ સ્પીકરમાં જાહેરાત અપાય છે. શેરીઓમાં સાદ પાડીને જન જાગૃતિ કેળવાય છે. યુવાનો રસી માટે નોંધણી કરાવે એ માટે સરળ ટ્યુટોરીયલના વીડિયો બનાવી માર્ગદર્શન અપાય છે. આંશીક લોકડાઉન દરમિયાન સવારે 8થી 10 અને સાંજે 5થી 8 દરમિયાન જીવન જરૂરી ચીજ-વસ્તુ સિવાય લોકોને બિનજરૂરી બહાર નિકળવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

માસ્કઅપ કુનરીયા મોનીટરીંગ દ્વારા માસ્ક પહેરે તે સુનિશ્ચિત કરવા ત્રણ સ્વયં સેવકોની ટીમ

રસીકરણ માટે દાતાના સહયોગથી 60 વર્ષથી ઉપરના તમામ વડીલોને મોબીલાઈઝ કરવા વાહન વ્યવસ્થા કરવામાં આવી છે. માસ્કનું વિતરણ થયા બાદ ગામના તમામ લોકો માસ્ક પહેરે તે સુનિશ્ચિત કરવા માસ્કઅપ કુનરીયા મોનીટરીંગ ટીમમાં ત્રણ સ્વયં સેવકોની રચના કરવામાં આવી છે. જે લોકોને માસ્ક પહેરવા ફરજ પાડે છે. ખૂબ જ અગત્યનું કામ જેમ કે, અનાજ કરિયાણા,શાકભાજી,દૂધ અને દવાઓ લેવા જવાનું થાય તો ઓછામાં ઓછું 2 મીટરનું અંતર રાખવાની આદત કેળવવા સતત સૂચના અપાય છે.

આ પણ વાંચો:મહેસાણામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને ”મારૂ ગામ કોરોના મુક્ત ગામ” અંતર્ગત બેઠક યોજાઇ

સામૂહિક પ્રયત્નોથી આગામી 15 દિવસમાં કુનરીયા ગામ કોરોના મુક્ત થશે એવો વિશ્વાસ

બહારગામ જનાર અને બહાર ગામથી આવનારા તમામનું બોડી ટેમ્પરેચર માપવામાં આવે છે અને એની નોંધ પણ રાખવામાં આવે છે. લોક સહકાર અને તમામ લોકોના સામૂહિક પ્રયત્નોથી આગામી 15 દિવસમાં કુનરીયા ગામ કોરોના મુક્ત થશે એવો વિશ્વાસ સરપંચ સુરેશભાઈ છાંગાએ વ્યક્ત કર્યો હતો.

કોરોના સામે લડવા માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું

ગામના સ્થાનિક લખમણ દાનાએ ETV bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમારા ગામમાં કોરોના સામે લડવા માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું હોવાથી અમારા ગામમાં ઓછા કેસો છે અને અન્ય ગામડા કરતા સ્થિતિ પ્રમાણમાં ખૂબ સારી છે.

ઘરે-ઘરે જઈને તપાસ કરવામાં આવી રહી છે

કોવિડ રિસ્પોન્સ ટીમના સભ્ય ભારતીબેન ગરવા દ્વારા જણાવવામાં આવ્યું કે, તેમના દ્વારા ગામના શાકભાજી વેંચવાવાળા ફેરિયાઓને કાર્ડ આપવામાં આવ્યું છે. જેથી અન્ય કોઈ ફેરિયાઓ ગામમાં પ્રવેશે નહીં. આ ઉપરાંત ઘરે-ઘરે જઈને તપાસ કરવામાં આવી રહી છે અને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે.

કુનરીયા ગામ કોરોનામુક્ત થઈ જશે તેવું આયોજન

ગામના સરપંચ સુરેશભાઈ છાંગાએ ETV bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગામમાં જુદી-જુદી કોવિડ રીસ્પોન્સ ટીમો, માસ્ક મોનીટરીંગ ટીમો તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી 15 દિવસમાં કુનરીયા ગામ કોરોનામુક્ત થઈ જશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details