- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચ્છ મુલાકાત
- કચ્છવાસીઓમાં આનંદની લાગણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને પગલે કચ્છવાસીઓમાં આનંદની લાગણી
કચ્છ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસ માટે કચ્છના પ્રવાસે છે. તેઓ ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા પાસે ગુજરાતના કચ્છ જિલ્લાના ખાવડામાં દુનિયાનું સૌથી મોટું અને અનોખું 30 gmનું હાઇબ્રીડ પુનઃપ્રાપ્ય ઉર્જા પાર્ક 72.600 હેક્ટરમાં ફેલાયેલા ઉર્જાપાર્કનું ઉદ્ઘાટન કરશે. આ મુલાકાતને પગલે કચ્છવાસીઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને પગલે કચ્છવાસીઓમાં આનંદની લાગણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને પગલે કચ્છવાસીઓમાં આનંદની લાગણી વડાપ્રધાનની ચોથી વારની કચ્છ મુલાકાત
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોથીવાર કચ્છની મુલાકાતે છે. વડાપ્રધાનના આગમનના પગલે તમામ પ્રકારનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. કાર્યક્રમ ઉપરાંત નરેન્દ્ર મોદી ખેડૂતોના પ્રશ્નોને મુદ્દે બેઠક પણ યોજનાર છે જેને લઇને ખેડૂતોને પણ આશા છે કે વર્ષોથી જે કચ્છના ખેડૂતો ખેતીમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેનું સમાધાન આજે થશે, તો બીજી તરફ કચ્છવાસીઓએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીને કચ્છ પ્રત્યે ખૂબ જ પ્રેમભાવ છે. જ્યારે પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવે છે ત્યારે કચ્છવાસીઓને કંઈકને કંઈક નવું આપીને જતા હોય છે ત્યારે આ વખતે પણ દેશના વડાપ્રધાન આજે એક દિવસ માટે કચ્છની મુલાકાતે છે ત્યારે ખેડૂતોને આજની ટેકનોલોજી ભરી દુનિયામાં કચ્છનું પણ નામ જોડાય તે માટે ખેડૂતોને મદદરૂપ થવા કચ્છવાસીઓની આશા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને પગલે કચ્છવાસીઓમાં આનંદની લાગણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને પગલે કચ્છવાસીઓમાં આનંદની લાગણી