કચ્છ : ઓનલાઈન ખરીદીના સમયમાં દુકાનદારો અને વેપારીઓ આમ પણ કપરી સ્થિતીનો સામનો કરી રહ્યા હતા. આ વચ્ચે કોરોના મહામારીને પગલે બે મહિના સુધી દુકાનો બંધ રહેતા સ્થિતી વધુ કફોડી બની છે. સમગ્ર દેશની સાથે આવી જ સ્થિતી કચ્છના ભુજના વેપારીઓની પણ છે, પરંતુ આ મહામારી સામે લડવા દેશના વડાપ્રધાને આપેલા આત્મનિભર્રતા અને લોકલ ફોર વોકલના સંદેશને ઝીલી લઈને ભુજના વેપારીઓએ નવી દિશામાં ડગ માંડ્યો છે.
કોરોના ઇફેક્ટ : ઓનલાઈન બજાર અને કોરોના વચ્ચે ભુજના વેપારીઓ માટે આત્મનિર્ભર એક ચેલેન્જ - વાણિયાવાડ વેપારી એસોશિએશન
વિશ્વ સહિત દેશ હાલમાં કોરોના સામે ઝઝુમી રહ્યો છે, ત્યારે વેપારીઓ પહેલા પણ ઓનલાઇન ખરીદીને લઇને મુશ્કેલીમાં હતા અને હજુ પણ કપરી સ્થિતીનો જ સામનો કરી રહ્યા છે. લોકડાઉનના પગલે દેશ બંધ હાલતમાં હતો આ સમયે વેપારીઓની સ્થિતી કફોડી બની ગઇ હતી. જેના પગલે વડાપ્રધાને આત્મનિર્ભર અંગેની વાત કહી હતી. જેને સાર્થક કરવા કચ્છના વેપારીઓએ ડગલુ માંડ્યુ છે અને ગ્રાહકો માટે અનેક સ્કિમ શરૂ કરી છે.
ઓનલાઈન બજાર અને કોરોના વચ્ચે ભુજના વેપારીઓને આત્મનિર્ભર એક ચેલેન્જ
ભુજના વાણિયાવાડ વિસ્તારના 150 વેપારીઓ ગ્રાહકો ફાયદા સાથે વેપારની સાયકલને ફરી ચલતી કરી દેવા પ્રયાસ શરૂ કર્યો છે. ભૂજના વિવિધ 150 દુકાનો ધરાવતા વાણિયાવાડ વિસ્તારના વેપારીઓએ વાણિયાવાડ વિકેન્ટ ઓફર સાથે સુપર શનિવાર અને રોકિંગ રવિવારની ઓફર મૂકીને લોકલ ફોર વોકલ અને આત્મનિર્ભરતાને સ્વીકારીને ગ્રાહક અને વેપારી બન્નેને ધ્યાનમાં રાખીને આ સ્કીમ શરૂ કરી છે.