- કોઇક વિસ્તારોમાં એકાંતરે તો કોઇક વિસ્તારોમાં, ચાર-પાંચ દિવસે પાણી વિતરણ
- ઘટ પૂર્ણ કરવા માટે પાણી પુરવઠા બોર્ડને લેખિતમાં રજૂઆત
- નર્મદાનાં પાણીની આવક વધી જશે તો ઉનાળામાં પાણીની સમસ્યા નહીં સર્જાય
- 50 MLDની જરૂરિયાત સામે માત્ર 35 MLD પાણી મળે છે
કચ્છ: જિલ્લાના ભુજ શહેરની અઢી લાખ જેટલી વસતીને દૈનિક 50 MLD (મિલિયન ઓફ લિટર પર ડે) પાણીની જરૂરિયાત રહેતી હોય છે. જેની સામે પાલિકા દ્વારા નર્મદા, એર વાલ્વ તથા બોરની મદદથી 35 MLD પાણી મેળવવામાં આવી રહ્યું છે. જ્યારે દૈનિક 15 MLD પાણીની ઘટને પૂર્ણ કરવા માટે કોઇક વિસ્તારોમાં એકાંતરે તો કોઇક વિસ્તારોમાં, ચાર-પાંચ દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો:જામનગર જિલ્લાની 1,409 આંગણવાડીઓમાં બાળકોને મળી રહ્યું છે શુદ્ધ પીવાનું પાણી
ભુજ નગરપાલિકા દ્વારા પાણી પુરવઠા બોર્ડને લેખિતમાં રજૂઆત
ઉનાળાને ધ્યાને લઇને 15 MLD પાણીની ઘટ પૂર્ણ કરવા માટે ભુજ નગરપાલિકા દ્વારા પાણી પુરવઠા બોર્ડને લેખિતમાં રજૂઆત પણ કરી દેવામાં આવી છે, ત્યારે નર્મદાનાં પાણીની આવક વધી જશે તો ઉનાળામાં પાણીની સમસ્યા નહીં સર્જાય. અન્યથા છેવાડાના વિસ્તારોમાં પાણીની સમસ્યા યથાવત્ રહેશે.