કચ્છઃ દેશીદારૂ બનાવવા માટે અખાધ ગોળનો વ્યાપક ઉપયોગ શરૂ થયો છે. જેને લઈ પોલીસ ઝુંબેશ હાથ ધરી છે. ભુજ, ઝરપરા (મુંદરા) નખત્રાણા ભચાઉના લાકડિયા ખાતે દરોડા પાડીને મોટી માત્રામાં અખાધ ગોળનો જથ્થો ઝડપી પાડયો છે.
કચ્છમાં દેશીદારૂ બનાવવા વપરાતો અખાધ ગોળનો જથ્થો જપ્ત કરાયો - બિનઆરોગ્યપ્રદ અખાદ્ય
દેશીદારૂ બનાવવા માટે અખાધ ગોળનો વ્યાપક ઉપયોગ શરૂ થયો છે. ભચાઉના લાકડીયા આધોઈ માર્ગ પરથી પોલીસ એક કારમાંથી 360 કિ.ગ્રા કિંમત રૂપિયા 12600નો જથ્થો પકડી પાડયો હતો. આ જથ્થો મંગાવનાર સુમાગ ગગડા સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કચ્છમાં દેશીદારૂ બનાવવા વપરાતો અખાધ ગોળનો જથ્થો જપ્ત કરાયો
550 કિલો આ ગોળની કિંમત રૂા. 8,250 છે. જ્યારે નખત્રાણા ખાતે દર્શન કિરાણા નામની ભુજના મીત જશવંતભાઇ શાહની કરિયાણાની દુકાનમાંથી અખાદ્ય ગોળના રૂપિયા 900ની કિંમતના 60 કિલો જથ્થા સાથે પકડાયો હતો.