કચ્છ: કચ્છ જિલ્લા પંચાયતમાં કોરોના વાયરસ અંગે જાગૃતિ લાવવા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમકુમાર કન્નર અને સિવિલ સર્જન ડોક્ટર કશ્યપ બુચ ઉપસ્થિત રહી સરકારની ગાઇડ લાઇન તેમજ અન્ય વિગતો પૂરી પાડી હતી. કોરોના વાયરસના સંદર્ભમાં સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
કોરોના વાયરસને લઈ પત્રકાર પરિષદ યોજાઈ જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશીએ કહ્યું હતું કે, સરકારી ગાઇડ લાઇનને પગલે કચ્છ જિલ્લામાં આવેલ તમામ શૈક્ષણિક સંસ્થાઓ શાળા કોલેજો ટ્યુશન ક્લાસીસ આંગણવાડી વગેરે આજે બંધ કરી દેવામાં આવી છે. તમામ સ્વિમિંગ પૂલ અને સિનેમા હોલ પણ 29 માર્ચ સુધી બંધ રહેશે. જિલ્લા પંચાયત ખાતે કંટ્રોલરૂમ પણ કાર્યરત કરી દેવામાં આવ્યું છે.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમકુમારે વિગતો આપતા જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં અત્યાર સુધી અને દેશમાંથી આવેલ 199 લોકોની તપાસણી કરાઈ ચૂકી છે.
જિલ્લામાંથી ત્રણ સેમ્પલ લઈ પરીક્ષણ માટે મુકાયા હતા. જેમાંથી બે નેગેટિવ આવ્યા છે અને એક નો રિપોર્ટ બાકી છે. આઈ એમ એ સાથે કુલ 3 બેઠકો યોજી ચૂકી છે. જેમાં 455 તબીબો હાજર રહ્યા હતા. 64 મેડિકલ ઓફિસર 390 પેરા મેડિકલ સ્ટાફ અને 1165 આશા વર્કરોને તાલીમ અપાઇ ચૂકી છે.
ભુજ કંડલા એરપોર્ટ ડી.પી.ટી અને અદાણી પોર્ટ મુન્દ્રા ખાતે આવતા મુસાફરોનો સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. સિવિલ હોસ્પિટલ ખાતે 42 આઈસોલેશન બેડ અને ચાર વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. પીએચસીમાં પણ 30 બેડની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
કોરોના વાઇરસનો ફેલાવો ન થાય તે માટે conference સેમિનાર વર્કશોપ 31મી માર્ચ સુધી મુલતવી રાખવા સૂચના અપાઇ છે. આમ નાગરિકોને પણ તકેદારીના ભાગરૂપે સામાજિક મેળાવડા પ્રસંગો તાડવા મોકૂફ રાખવા સૂચના અપાઇ છે. સિવિલ સર્જન ડોક્ટર કશ્યપ બુચે જણાવ્યું હતું કે, બી.જે મેડીકલ કોલેજ અમદાવાદ અને એમ.પી.શાહ મેડીકલ કોલેજ, જામનગર ખાતે કોરોના વાયરસના લેબોરેટરી પરીક્ષણ સુવિધા ઉભી કરાઇ છે. સુરત રાજકોટ અને વડોદરા ખાતે પણ સુવિધા ઉભી કરવામાં આવી છે.