કચ્છ: ગાંધીધામના BSF કેમ્પમાં પરીક્ષા બીજા વ્યક્તિથી અપાવી શારીરિક કસોટી (Exam of Staff Selection Commission Constable) પાસ થયેલ શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. અહીંની BSF કેમ્પના મેદાનમાં (BSF campgrounds) ગઇકાલે સવારે આ પ્રકરણ (Physical test BSF Camp) બહાર આવ્યો હતો. ગાંધીધામ ખાતે સ્ટાફ સિલેક્શન કમિશનની કોન્સ્ટેબલ (જી.ડી.)ની 2021-22ની' પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોની શારીરિક કસોટી લેવાનું શરૂ કર્યું હતું. જેમાં ઉત્તર પ્રદેશ ફિરોજાબાદનો દેવેન્દ્ર ગઢરિયા પણ શારીરિક કસોટી આપવા અહીં આવ્યો હતો. ગઇકાલે સવારે આ કસોટી પહેલા બાયોમેટ્રિક મશિન (BSF physical test biometric machine) પર ઉમેદવારોના ફિંગરપ્રિન્ટ લેવાઇ રહ્યા હતા, તે દરમિયાન આ દેવેન્દ્રના ફિંગરપ્રિન્ટ મેચ થયા ન હતા.
શારીરિક પરીક્ષામાં ફિંગર પ્રિન્ટ મેચ ના થતા બહાર આવ્યું -ફિંગરપ્રિન્ટ મેચ ના થતાં આ ઉમેદવારના કાગળ તપાસ કરતાં અરજી ઉપર તેનો ફોટો હતો, પરંતુ પરીક્ષામાં અન્ય કોઇ શખ્સનો ફોટો હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ શખ્સને BSFના અધિકારીઓ પાસે લઇ જવાતા તેની પૂછપરછ કરવામાં આવી હતી. આ શખ્સે 2021માં સ્ટાફ સિલેક્શન કમિશનની ભરતી અંગે ફોર્મ (Recruitment of Staff Selection Commission Form ) ભર્યું હતું.