કચ્છ : બીએસએફના જવાનો જખૌ કોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન જખૌ કોસ્ટથી 9 કિલોમીટર દૂર ઑગતરા બેટ પરથી ચરસનું એક પેકેટ મળી આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જખૌના દરિયાઈ વિસ્તારમાંથી પાકિસ્તાનથી અવારનવાર દરિયાઈ મોજામાં તણાઈને ધોવાઈને પ્લાસ્ટિકના કોથળામાં 10-10ના પેકેટની પેકિંગમાં કેફી દ્રવ્યોનો જથ્થો મળી આવતો હોય છે. ત્યારે આજે એક પેકેટ તણાઈને બેટ પર પહોંચી આવ્યું હતું. ઝડપાયેલ ચરસના પેકેટ પર બ્લેક કોફી ડાર્ક સુપ્રીમો પ્રિન્ટ કરેલું છે.
Packet of charas found in Kutch : કચ્છની દરિયાઇ સીમામાંથી ચરસનું એક પેકેટ મળી આવ્યું, બીએસએફએ સઘન તપાસ હાથ ધરી - કચ્છ માંથી ચરસનું એક પેકેટ મળી આવ્યું
કચ્છની દરિયાઇ સીમામાંથી કેફી દ્રવ્યોનો જથ્થો મળી આવવાનો સિલસિલો ફરી યથાવત રહ્યો છે. જખૌ કોસ્ટના આસપાસના વિસ્તારમાંથી છેલ્લાં 10 દિવસોથી સતત ચરસના પેકેટો મળી રહ્યા છે. આજે બીએસએફના જવાનોએ જખૌ કોસ્ટ વિસ્તારથી 9 કિલોમીટર દૂર ઓગતરા બેટ પરથી ચરસનું એક પેકેટ ઝડપી પાડયું છે.
Etv Bharat
Published : Aug 25, 2023, 8:30 PM IST
એપ્રિલથી આજ સુધીમાં 94 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા :જખૌના દરિયાઈ વિસ્તારમાંથી 15મી એપ્રીલથી આજદિન સુધીમાં બીએસએફ દ્વારા 94 જેટલા ચરસના પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. ત્યારે બીએસએફના જવાનોએ જખૌના દરિયાઈ વિસ્તારની આસપાસના બેટ અને ટાપુઓ પર સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
- છેલ્લા એક સપ્તાહમાં મળી આવેલ કેફી દ્રવ્યોનો જથ્થો
- 13 ઓગસ્ટના રોજ જખૌ બંદરથી 2 કિલોમીટર દૂર ખીદરત બેટ પરથી BSFને 10 ચરસના પેકેટ મળી આવ્યા હતા.
- 14 ઓગસ્ટના BSF અને સ્ટેટ આઇબીને જખૌ નજીકના લુણા બેટ પરથી ચરસના 10 પેકેટ સાથે હેરોઇનનું 1 પેકેટ મળી આવ્યું હતું.
- 14 ઓગસ્ટના જ દિવસે SOGને સિંઘોડી પિંગલેશ્વર વચ્ચેના દરિયાઈ કાંઠા વિસ્તારમાંથી 20 પેકેટ જ્યારે સ્ટેટ IB અને જખૌ પોલીસને શિયાળ બેટ ક્રીક વિસ્તારમાંથી 20 પેકેટ ચરસના મળી આવ્યા હતા.
- 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિને BSFને શેખરણ પીર ટાપુ પરથી 10 પેકેટ ચરસ અને 1 પેકેટ હેરોઇન મળી આવ્યું હતુ, તો સ્ટેટ આઈબીને જખૌના સૈયદ સુલેમાન પીર કાંઠા વિસ્તારમાંથી 10 પેકેટ ચરસ અને 1 પેકેટ હેરોઇન મળ્યું હતું.
- 16 ઓગસ્ટના જખૌ નજીકના સિંઘોડી અને પિંગ્લેશ્વર વચ્ચેના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના 10 પેકેટ જ્યારે કોઠારા પોલીસને ખીદરત બેટ પાસેથી ચરસના 20 પેકેટ મળી આવ્યા હતા.
- 17મી ઓગસ્ટના સ્ટેટ IB, NIU,જખૌ પોલીસ અને MTF ની સયુંકત કામગીરી દરમિયાન અબડાસા તાલુકાનાં પીંગ્લેશ્વર નજીકના દરિયાઈ કાંઠા પરથી ચરસના 10 પેકેટ અને એક વિસ્ફોટક સેલ મળી આવ્યો છે.
- 18મી ઓગસ્ટના જખૌ મરીન પોલીસને રાત્રે પેટ્રોલિંગ દરમિયાન શેખરણ ટાપુ પરથી ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા.
- 19 ઓગસ્ટના માંડવી અને મસ્કાના દરિયા વચ્ચેથી માંડવી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ચરસના 10 પેકેટ મળ્યા હતા
- 21 ઓગસ્ટના એટલે કે આજે પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને ચરસના 11 પેકેટ મળી આવ્યા છે.