ગુજરાત

gujarat

ETV Bharat / state

રસીકરણની પ્રક્રિયાને વેગ આપવા કચ્છના વહીવટીતંત્રનો નવતર પ્રયોગ: ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન - corona case

કચ્છભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે અને વહીવટીતંત્ર દ્વારા પણ કોરોના સામે લડત લડવા જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે કચ્છમાં પ્રથમવાર ભુજના આર.ડી.વરસાણી હાઇસ્કૂલના મેદાન ખાતે વહીવટીતંત્ર દ્વારા ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.

રસીકરણની પ્રક્રિયાને વેગ આપવા કચ્છના વહીવટીતંત્રનો નવતર પ્રયોગ: ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન
રસીકરણની પ્રક્રિયાને વેગ આપવા કચ્છના વહીવટીતંત્રનો નવતર પ્રયોગ: ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન

By

Published : May 6, 2021, 1:31 PM IST

  • દિવસ દરમિયાન બે સ્લોટ દ્વારા લોકો પોતાની ગાડીમાં બેસીને રસીકરણનો લાભ લઇ શકશે
  • દરરોજના 200 લોકોને ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન આપવામાં આવશે
  • 18થી 44 વયના લોકોનું ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન

કચ્છઃસરકારના આદેશ મુજબ 1લી એપ્રિલથી સમગ્ર દેશમાં 18થી 44 વયના લોકોને રસી આપવામાં આવે છે. જેના ભાગરૂપે ભુજની આર.ડી.વરસાણી હાઈસ્કૂલના મેદાન ખાતે કચ્છના વહીવટીતંત્ર દ્વારા કોરોના રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવા તેમજ વધુમાં વધુ લોકો રસી લેવા માટે આગળ આવે તે માટે કચ્છમાં પ્રથમ વખત ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

રસીકરણની પ્રક્રિયાને વેગ આપવા કચ્છના વહીવટીતંત્રનો નવતર પ્રયોગ: ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન

આ પણ વાંચોઃમણિનગર સ્વામિનારાયણ મંદિરના વેક્સિનેશન સેન્ટરમાં રોજ 700થી વધુ લોકોને કોરોનાની વેક્સિન અપાય છે

રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવાનો નવતર પ્રયોગ

કોવિન વેબસાઈટ અથવા આરોગ્ય સેતુ પર પોતાના કોરોનાના રસીકરણ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી પોતાનો સ્લોટ બુક કરાવીને અહીં લોકો પોતાના વાહનમાં બેસીને રસી લઈ શકે છે. અહીં રસીકરણ માટે પૂરતું સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અહીં કોઈ લાંબી લાઈનો લાગતી નથી અને ઝડપથી રસીકરણની પ્રક્રિયા થતી હોવાથી સંક્રમણનો ભય પણ રહેતો નથી.

ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન

રસી આપ્યા બાદ જરૂરી માર્ગદર્શન અને દવાનું વિતરણ

રસીકરણ થઈ ગયા બાદ ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકો માટે અડધો કલાકમાં રસીની કોઈ આડઅસર થાય છે કે નહિ, તે જાણવા માટે તેમને બેસવા માટે પણ મંડપ બાંધીને વ્યવસ્થા કરવામાં આવી છે અને આ ઉપરાંત તમામને રસીની અસરથી તાવ આવે તો દવા પણ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃજામનગરમાં વિવિધ સ્થળો પર કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાયા

બે સ્લોટ દ્વારા દરરોજના 200 લોકોને રસી અપાશે

આ રસીકરણ સેન્ટર પર સવારના 8થી 11 અને સાંજે 4થી 7 એમ બે સ્લોટમાં 18થી 44 વયના લોકોનું ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન કરવામાં આવશે. બન્ને સ્લોટમાં 100-100 લોકોને રસી આપવામાં આવશે. આમ દરરોજના કુલ 200 લોકોને ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details