મળતી વિગતો મુજબ શહેરના ભાનુશાલીનગર વિસ્તારમાં ગત રાત્રે રિલાયન્સ મોલ નજીક કારિયા બ્રધર્સ નામની દુકાનના સંચાલક પાસેથી સાડા આઠ લાખની રોકડની ફિલ્મી ઢબે લૂંટ થઈ હતી. રસ્તામાં સ્પીડબ્રેકર પાસે પોતાનું ટુવ્હીલર વાહન ધીમું કરતાની સાથે જ બાઈક પર આવેલા બે શખ્શો વૃદ્ધના હાથમાંથી રૂપિયા ભરેલી થેલી છીનવી લીધી હતી. અચાનક આ હુમલો થતાં જ વૃદ્ધ રસ્તા પર ફસડાઈ પડયા હતાં.
ભૂજમાં વૃદ્ધ પાસેથી 10 લાખની લુંટ, ઘટનાના CCTVમાં કેદ - kutch ma lutni ghatna
કચ્છઃ પાટનગર ભુજમાં મોડી રાત્રે એક વૃદ્ધના હાથમાંથી થેલી છીનવી લઈને 10 લાખની લુંટની ઘટનાએ ચકચાર મચી ગઇ છે. આ ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. જેના પગલે પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
ભૂજમાં વૃદ્ધ પાસેથી 10 લાખની લુંટ, ઘટનાના CCTVમાં કેદ
ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસનો મોટો કાફલો દોડી ગયો હતો. ઘટનાનો ભોગ બનેલા વૃદ્ધ વાણિયાવાડ ચોક ખાતે પાન, બીડી, તમાકુ અને પાન-મસાલાનો હોલસેલ વેપાર ધરાવતી વર્ષો જૂની પેઢી ધરાવે છે.