સાંસદ વિનોદ ચાવડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઘડુલી-સાંતલપર રોડને લખપત સુધી લંબાવાશે, તેમજ ઘડુલી બાયપાસ રોડ 2.5 કી.મી તેમાં જોડાશે. તેવી જ રીતે ભુજથી ખાવડા 96 કી.મી રોડ 7 મીટરથી 10 મીટર પહોળો કરવાનું કામ શરૂ છે. તેવી જ રીતે ઝુરાથી હાજીપીર 23 કી.મી અને કાઢવાંઢથી તગડી બેટ થઇ ધોળાવીરા સુધી 31 કિ.મી રસ્તા સહિતનો ઘડુલી-સાંતલપુર રોડ એક વર્ષમાં પૂરો થઇ જશે.
મોવાણાથી ગડકાબેટ વોવા સુધીના 22 કિ.મી રસ્તાનું કામ હાલ શરૂ છે. જ્યારે ધોળાવીરા, બાલાસર મૌઆણા, વોવાથી ઘડામણી (સાંતલપર) હયાત રસ્તાનું મરંમત કામ પણ ચાલુ થશે, તેવી જ રીતે ભુજથી ભચાઉ 77 કિ.મી ભુજોડી રેલવે ઓવરબ્રિજના કામ 33 કરોડના ખર્ચે ચાલુ છે, જે 10 મહિનાના સમય મર્યાદામાં પૂરૂં થશે. તેમજ ભચાઉ ઓવરબ્રિજના કામ માટે 30 કરોડ ફાળવવામાં આવ્યા છે અને ઓવરબ્રિજનું 60 ટકા કામ પૂર્ણ પણ થઇ ગયું છે.
કચ્છના માર્ગોના પ્રશ્ર્ને તંત્ર સાથે બેઠક યોજાઈ આ રસ્તા પર 74 કિ.મી પર આવેલી સરદાર સરોવર નિગમ લિમિટેડ કેનાલના ક્ષતિગ્રસ્ત એપ્રોચ રોડ નબળો થવાથી SSNL દ્વારા કામ ચાલુ થવામાં છે. ભુજ-નખત્રાણા 45 કિ.મીના 10 મીટર પહોળાઇ રોડ રિકાર્પેટિંગનું કામ 36 કિ.મી સુધી કામ પૂરા થઇ ગયું છે. જ્યારે 9 કિ.મીનું કામ ચાલુ છે તેવી બેઠકના અધિકારીઓએ માહિતી આપી હતી. ગળપાદર રોડ બ્રિજ સાથે 1.75 કિ.મી અને ખેડોઇ રોડ 5.25 કિ.મી તથા મૌખા-વીડી અને જબલપુર સર્વિસ રોડ 135 કરોડના ખર્ચે તૈયાર થશે.
પડાણા રોડનું કામ ચાલુમાં છે તે માર્ચ સુધી પૂરૂં થઇ જશે. રાપર, ચિત્રોડ, બાલાસર ડામર રોડ માટે સૈદ્ધાંતિક મંજૂરી ગાંધીધામથી ભચાઉ, સામખિયાળીથી માળિયા અને મોરબી 8 લેન મંજૂરી માટે ફાઇલ પ્રગતિમાં છે, તેવી જ રીતે સામખિયાળીથી એકલ-બાંભણકા,ગઢડા રોડ 73 કિ.મીની યોજના બનાવી નીતિનભાઇ પટેલ પાસે 182 કરોડના ખર્ચે બનાવવા માટે રજૂ કરાઇ છે. કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર તરફથી અભ્યારણ્ય વિસ્તારમાં શરતોને આધીન રોડ બનાવવા માટે મંજૂરી મળી ગઇ છે. જેમાં સામખિયાળી, આધોઇ, રામવાવ-કુડા વચ્ચે રસ્તાનું કામ ચાલુ છે. તેવી માહિતી સબંધિત વિભાગના અધિકારીઓ તરફથી આપવામાં આવી હતી તેમ ચાવડાએ જણાવ્યું હતું.
ઉપરાંત ખાસ કરીને કચ્છના ટોલ નાકા પર થતા ટ્રાફિક તથા અન્ય ટોલગેટ સબંધી મુશ્કેલીઓના નિરાકરણ માટે અધિકારીઓ સાથે વાતચીત થઇ છે અને ઉચ્ચ સ્તરે પણ રજૂઆત કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.