લોકો માટે મત માટે જાગૃત થાય એસ.ટી.ના માધ્યમથી મતદાન જાગૃતિ અંગે ‘23એપ્રિલે ગુજરાત કરશે મતદાન’સુત્રને જન-જન સુધી લઇ જવા સાથે સરહદ ડેરીના સહયોગથી દૂધ અને છાશના પાઉચ પર મતદાન જાગૃતિના સ્ટીકર ઘર-ઘર સુધી પહોંચતા કરવા, ઉપરાંત લાઇટબિલ, ટેલિફોન બિલ, એસ.એમ.એસ, વોટ્સએપસાથે ડોક્ટરો દ્વારા લખાતા પ્રિસ્કિપ્શન, મિનરલ વોટરની બોટલ, ગેસ એજન્સીઓ દ્વારા ગેસની બોટલ ઉપર પણ સ્ટીકર લગાડી વધુમાં વધુ મતદાન થાય તે માટે જાગૃતિ વધારવા જિલ્લાના ચૂંટણી તંત્રે અને સરકારીતંત્ર કમર કસી રહ્યું છે.
ચૂંટણી અંતર્ગત કચ્છમાં યોજાઈ બેઠક, મતદાન જાગૃતિ અભિયાનને વેગવાન બનાવવા અપાયું માર્ગદર્શન - Voting Awareness Programme
ભૂજઃ લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન કચ્છમાં મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમને વધુ વેગવાન બનાવવા સાથે ‘‘23 એપ્રિલે ગુજરાત કરશે મતદાન’’ સુત્ર માટે મતદાર જાગૃતિ અને મતદાર કેળવણી કાર્યક્રમને વેગવાન બનાવવા તૈયારી કરવામાં આવી રહી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રેમ્યા મોહનના અધ્યક્ષપદે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ‘સ્વીપ’ના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી સહિતના અમલીકરણ અધિકારીઓની બેઠકમાં દરેક વિભાગને મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ચાલી રહેલી કામગીરીને વધુ ગતિશીલ બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સરકારી પત્ર-વ્યવહાર, ઇ-મેઇલમાં પણ મતદાન જાગૃતિ સુત્રોનો ઉપયોગ કરવા સાથે વિદ્યાર્થીઓની રેલી, સાયકલ-રેલી, કચ્છ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને મેસેજીસના માધ્યમથી સતત જાગૃતિનું કાર્ય આરંભી દેવામાં આવશે. કચ્છની આગવી ઓળખ સમી કચ્છી ભાષા અને કચ્છની લોક-સંસ્કૃતિને વણી લેતાં મતદાન જાગૃતિ અંગેના જીંગલ દ્વારા પણ 100ટકા મતદાનની નેમ પાર પાડવા અમલીકરણ અધિકારીઓને સૂચિત કરાયાં હતા.
આશા-આંગણવાડીની બહેનો દ્વારા ગ્રામ્યકક્ષાએ પણ મતદાન જાગૃતિનું કાર્યક્રમ કરવા આરોગ્ય વિભાગને બેઠકમાં સૂચના અપાઇ હતી.સમગ્ર કચ્છમાં કામગીરીને ઝુંબેશરૂપેઉપાડી લઇ 23એપ્રિલે મતદાનના દિવસની તારીખની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટેઅમલીકરણ અધિકારીઓની કામગીરીના સંકલનમાટેની બેઠક યોજાઇ હતી.