ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડૂતો પાસેથી ઉંચા ભાવે એરંડાની ખરીદી કરીને છેતરપિંડી કરનાર આરોપી બેંગ્લોરથી ઝડપાયો

કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના પાવરપટ્ટી વિસ્તારના ગામડાના ખેડૂતો પાસેથી ઉંચા ભાવે એરંડાની ખરીદી કરીને કરોડોની છેતરપિંડી કરનારા મંગવાણાના વેપારીને પોલીસે બેંગ્લોરથી ઝડપી પાડ્યો છે. એરંડાની ખરીદી કરીને નાણાં ચૂકવવાના વાયદાઓ આપીને ગાયબ થઈ ગયેલા શખ્સને પોલીસે અંતે બેંગ્લોરથી ઝડપી પાડ્યો હતો.

એરંડાની ખરીદી કરીને છેતરપિંડી કરનાર આરોપી બેંગ્લોરથી ઝડપાયો
એરંડાની ખરીદી કરીને છેતરપિંડી કરનાર આરોપી બેંગ્લોરથી ઝડપાયો

By

Published : Jul 26, 2021, 3:16 PM IST

  • ખેડૂતો પાસેથી ઉંચા ભાવે એરંડાની ખરીદી કરીને 3 કરોડની છેતરપિંડી કરી
  • પોલીસે આરોપીની કાયદેસરની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી
  • બેંગલોરથી આરોપી શૈલેષ મળી આવતા પોલીસે તેને ઝડપી પાડ્યો

કચ્છ :14 જુલાઈ 2021ના રોજ નિરોણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના બીબર, ચંદ્રનગર, નિરોણા, વગ, અમરગઢ, ઓરીરા, પાલનપુર (બાંડી) વગેરે ગામોના ખેડુતો પાસેથી ઉંચા ભાવે એરંડાના પાકની ખરીદી કરી હતી. ખેડુતોને પૈસા ન ચુકવીને જુદા-જુદા ખેડૂતો પાસેથી લાખો રૂપિયાની ઠગાઇ કરી હતી. જેમાં દિનેશ પટેલ પાસેથી 8.83 લાખ, વાડીલાલ પટેલ પાસેથી 10.99 લાખ, હકુમતસિંહ જાડેજા પાસેથી 5.96 લાખ તથા સુરેશ પટેલ પાસેથી 2.11 લાખના માલની ખરીદી કરીને નાસી જનારા આરોપીઓ શૈલેષ ઉર્ફે નાનજી નાકરાણી તથા સુરેશ ભીમાભાઇ રબારી વિરુદ્ધ નિરોણા પોલીસ સ્ટેશન ખાતે નખત્રાણા તાલુકાના ગામોના ખેડૂતો દ્વારા અલગ-અલગ કુલ 6 ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : જામજોધપુર માર્કેટયાર્ડમાં એરંડા અને જીરુની હરાજીનો પ્રારંભ

ખેડૂતોને નાણા આપવાનું જણાવીને આરોપી ગાયબ થઈ ગયો હતો

નખત્રાણા તાલુકાના પાવરપટ્ટીના નિરોણા, ઓરીડા, બિબ્બર સહિતના ગામોના ખેડૂતો પાસેથી મંગવાણા ગામના શૈલેષ નાકરાણીએ ઉંચા ભાવે એરંડાની ખરીદી કરી હતી. ખેડૂતોને વિશ્વાસમાં લઈને તેમની પાસેથી પાકની ખરીદી પાછળથી નાણા આપી દેવાની વાત કરીને લોકોને શીશામાં ઉતાર્યાં હતા. ખેડૂતોને નાણા આપવાનું જણાવીને આરોપી ઘર-પેઢીને તાળાં મારી, મોબાઈલ ફોન બંધ કરીને ગાયબ થઈ ગયો હતો.

ટેક્નિકલ સર્વેલન્સથી આરોપી બેંગ્લોર હોવાની માહિતી મળી

ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને લોકલ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને હ્યુમન સોર્શીશ તેમજ ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. આરોપીને શોધી કાઢવા માટે પોલીસની ટીમ પ્રયત્નશીલ હતી. આ દરમિયાન ટેક્નિકલ સર્વેલન્સ આધારે આરોપી શૈલેષ નાકરાણી પ્રથમ ખેડા જિલ્લામાં અજુપુરા ગામ ખાતે ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે અને ત્યારબાદ બેંગલોર ખાતે હોવાની માહિતી મળેલી છે.

આ પણ વાંચો : મહેસાણામાં એરંડા ભરેલા ટ્રકમાં લાગી આગ

પોલીસે આરોપીને બેંગ્લોરથી ઝડપી પાડયો

LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એસ.જે.રાણાની કાર્યવાહી હેઠળ LCB પશ્ચિમ કચ્છ ભુજની ટીમ તાત્કાલિક બેંગલોર ખાતે પહોંચી હતી. તપાસ કરતા ગુનાનો મુખ્ય આરોપી શૈલેષ નાકરાણી બેંગલોર શહેરના ગોપાલપુરા વિસ્તારમાં આવેલ સુર્યા રોયલ પી.જી. ખાતે રોકાયેલા હોવાની બાતમી મળી હતી. બાતમાના આધારે સુર્યા રોયલ પી.જી. ખાતે તપાસ કરતા મુખ્ય આરોપી શૈલેષ નટવરભાઇ નાકારણી મળી આવતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. આરોપીની વધુ પુછ-પરછ કરીને આરોપી વિરૂદ્ધ પુરાવા મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details