ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં વહેલી સવારે 3.7ની તીવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો

કચ્છમાં આજે ફરીવાર ભુકંપનો આંચકો અનુભવાયો હતો. જિલ્લામાં 3.7 તીવ્રતા સાથે ધરતી ધ્રુજતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

earthquake
earthquake

By

Published : Jul 23, 2020, 11:23 AM IST

ભુજઃ કચ્છમાં આજે ભુંકપનો વધુ એક આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે 3.7ની તીવ્રતાનો આંચકો નોંધાતા અનેક ગામોમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ ભર ઉંઘમાંથી પણ લોકો સફાળા જાગી ગયા હતા. જોકે આંચકાને પગલે કોઈ નુકસાનના સમાચાર નથી.

ગાંધીનગર સિસ્મોલોજી વિભાગમાંથી મળતી વિગતો મુજબ આજે વહેલી સવારે કચ્છના ભચાઉ થી 23 કિ. મી દુર નોર્થ નોર્થ વેસ્ટ દિશામાં ભુકંપનો આંચકો નોંધાયો હતો. સવારે 6.47 મિનિટે આવેલા આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7ની હોવાની નોંધવામાં આવી છે. આ ઉપરાતં પણ 1.6ની તીવ્રતાના બે આંચકા પણ નોંધાયા છે.

કચ્છની ધરતીના પેટાળમાં 2001ના વેિનાશક ભુંકપ પછી સતત સળવળાટ થતો રહે છે. થોડા મહિના અગાઉ સતત આવેલા આંચકાઓ બાદ લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ખાસ કરીને બે દિવસમાં 20થી વધુ આંચકા અને તેમાં 4ની તીવ્રતાના આંચકા નોંધાયા હતા. આ વચ્ચે અવારનવાર 3ની તીવ્રતાના આંચકા પણ નોંધાયા છે. 2.0ની તીવ્રતાના આંચકા અનભવતા નથી પણ તે રીક્ટર સ્કેલમાં નોંધાય છે.


ABOUT THE AUTHOR

...view details