- કચ્છમાં ભુકંપના આંચકાઓનો સિલસિલો યથાવત
- સવારે 8:38 વાગ્યે 3.1ની તીવ્રતાનો આંચકો નોંધાયો
- દુધઈથી 26 કિલોમીટર દૂર ભુકંપનું કેન્દ્રબિંદુ
કચ્છ: જિલ્લામાં 2001ના મહા ભૂકંપ બાદ શરૂ થયેલા નાના મોટા આફટરશોકનો સિલસિલો આજ દિન સુધી અવિરત રહ્યો છે. આજે(રવિવાર) સવારના સમયે 8:38 કલાકે 3.1ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના વાગડ પંથક ભચાઉ, રાપર અને સુવઈ સુધી ધરા ધ્રુજી ઊઠી હતી. ભુકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 26 કિમી દૂર નોર્થ નોર્થ ઈસ્ટમાં નોંધાયું હતું.
આ પણ વાંચો : Bigg Boss OTT: દિવ્યા અગ્રવાલે શો જીત્યો અને 25 લાખ રૂપિયાની ઇનામી રકમ પણ જીતી