- મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર લેવા માટે ડેપોમાં ઉમટયા
- સરકારે ગ્રામીણ વિસ્તારોમાં મંડળીઓને ખાતર આપવાનું બંધ કરી દેતા હાલાકી
- આસપાસના ગામોના ખેડૂતો ખાતર લેવા ભુજ પહોંચ્યા
- કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થયું
કચ્છઃહાલમાં રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે અને કોરોના વાઇરસના કેસમાં વધારો થયો છે ત્યારે કચ્છમાં ખેડૂતો કોરોનાની મહામારી વચ્ચે ખાતર લેવા માટે ગુજકોમાસોલ ડેપો પર મોટી સંખ્યામાં આવ્યા હતા. ગુજકોમાસોલ ડેપો પરથી ખાતરનું વિતરણ શરૂ કરાયું હતું.
આ પણ વાંચોઃ લાલપુર ચોકડી પાસે કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતી 3 દુકાન સીલ
સવાર ના 6:30 વાગ્યાથી ખેડૂતો ખાતર લેવા પહોંચ્યા
ભુજના ગુજકોમાસોલ ડેપો પર આજે સોમવારે સવારે 6.30 કલાકથી આસપાસના ગામોના ખેડૂતો ખાતર લેવા ભુજ પહોંચ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો સાથે મહિલાઓ પણ ખાતર લેવા માટે આવી હતી.