- હોસ્પિટલથી ડાયાલીસીસ કરીને પરત ફરતા વૃદ્ધ ચાલુ ગાડીએ પડ્યા
- હિન્દુ વૃદ્ધ દ્વારા પમ્પિંગ કરીને મુસ્લિમ વૃદ્ધનો જીવ બચાવાયો
- વધુ સારવાર અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા
કચ્છઃ જિલ્લાના ભુજ શહેરમાં જૂની રાવલવાડીમાં આવેલા ટાંકા પાસે એક મુસ્લિમ વૃદ્ધ ટૂ-વ્હીલર લઈ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક તેઓએ સંતુલન ગુમાવતા તેઓ ચાલું ગાડીમાંથી પડી ગયા હતા. જેથી વૃદ્ધ બેભાન થઈ ગયા હતા, તે જોઈને પૂજાપાઠના વસ્ત્રો પહેરેલા એક હિન્દુ વૃદ્ધે આવી મુસ્લિમ વૃદ્ધના શ્વાસોશ્વાસની ગતિ ધીમી પડેલી જોઈ તેમને પમ્પિંગ શરૂ કરી દીધું હતું. જેથી મુસ્લિમ વૃદ્ધનો જીવ બચી ગયો હતો. વૃદ્ધ ભાનમાં આવ્યાં ત્યારે તેમના પાસેથી જાણવા મળ્યું કે, એ ડાયાલીસીસ કરાવીને પરત ફરી રહ્યા હતા અને અચાનક ચાલુ ગાડીએથી પડી ગયા હતા.
આ પણ વાંચોઃવૃંદાવનના હિન્દુ-મુસ્લિમ કારીગરોએ તૈયાર કર્યા ભગવાન જગન્નાથના વાઘા...