ગુજરાત

gujarat

ETV Bharat / state

ભૂજમાં ધો.૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે GPSC/UPC માર્ગદર્શન સેમિનાર યોજાયો

કચ્છ: જિલ્લામાં ભૂજ તાલુકામાં  ધો.૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે GPSC/UPC માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. જેમાં કચ્છ કલેકટર રેમ્યા મોહને ખૂબ સાહજિકતાથી પોતાની કારર્કિદીની વિગતો આપી હતી. સેમિનારમાં પ્રોબેશનરી આઇએએસ અધિકારી અર્પણાબેન ગુપ્તા, નાયબ કલેકટર કલ્પેશ કોરડીયાએ પણ હાજર રહ્યાં હતા.

ભૂજમાં ધો.૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે GPSC/UPC માર્ગદર્શન સેમિનાર યોજાયો

By

Published : Aug 8, 2019, 5:16 AM IST

ભુજમાં જિલ્લા કલેકટર કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા GPSC/UPC પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન કર્યુ હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રભવ જોષીએ સહજ સિનિયર વિદ્યાર્થી બની વિદ્યાર્થીઓ સાથે નિખાલસ સંવાદ કરતાં દેરક વ્યવસાયની માહિતી આપી હતી. તેમજ વિદ્યાર્થીઓને પોતાની આંતરિક શક્તિ, રસ, રૂચી અને વલણ ઓખળીને પછી જ કારર્કીદીનું ઓપ્શન વિચારવા સાથે દરેક વિદ્યાર્થીને પ્લાન-બી તરીકે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ પોતાના અભ્યાસના મુખ્ય વિષય આધારિત નોકરીઓમાં પણ અરજી કરવા શીખ આપી હતી.

ભૂજમાં ધો.૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે GPSC/UPC માર્ગદર્શન સેમિનાર યોજાયો

નાયબ કલેકટર કલ્પેશ કોરડીયાએ પોતાના અનુભવો શેર કરી GPSC/UPCની પરીક્ષાઓની તૈયારી માટે ઓનલાઇન રીસોર્સ તેમજ અભ્યાસ સામગ્રીનું વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ સેમિનારમાં કચ્છની 36 સરકારી, અનુદાનિત અને સેલ્ફ ફાયનાન્સ શાળાઓના એ-૧ અને એ-ર વિદ્યાર્થીઓ પૈકી ૧૦૫ વિદ્યાર્થી ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details