કચ્છઃ જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશીએ જણાવ્યું હતું કે, કચ્છ કલેક્ટર પ્રવીણા ડી કે, સહિતના ઉચ્ચાધિકારીઓએ ગાંધીધામ ખાતે એક બેઠક બોલાવી હતી. જેમાં જરૂર ખાનગી તબીબોની સેવા માટે જરૂરી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. બીજી તરફ આદિપુર ખાતે હરિઓમ હોસ્પિટલ ખાતે મેડિકેટેડ સફાઈ સાથે કોરોના દર્દીઓ માટે ઈમરજન્સી સેવા તૈયાર કરાઈ છે. સંસ્થાનું આ પગલું સરાહનીય છે.
ભૂજમાં વધુ 241 હોમ કવોરન્ટાઈન કરાયા, તમામ શંકાસ્પદ દર્દીઓને અપાઈ રજા - 241 people were made home quarantines
કચ્છ જિલ્લામાં વધુ 241 લોકોને હોમ કવોરન્ટાઈન કરાયા હતા. બીજી તરફ કોરોના કહેર વચ્ચે જરૂર ખાનગી તબીબોની સેવા લેવા માટે તંત્ર દ્વારા ગાંધીધામ ખાતે એક બેઠક બોલાવાઈ હતી. આ વચ્ચે કોરોના કહેર શરૂ થવા સમયે વિદેશ નિકાસ માટે તૈયાર બે કન્ટેનરમાં રહેલા માસ્ક હાલ તંત્રએ પોતાના કબ્જામાં લઈ લીધા છે.
Breaking News
આ વચ્ચે જિલ્લામાં વધુ 241 લોકોને હોમ કવોરન્ટાઈન કરાયા છે. કુલ મલીને જિલ્લામાં 1274 લોકો હોમ કવોરન્ટાઈનમાં છે. જયારે 47 લોકો સરાકારી કવોરન્ટાઈનમાં છે. એક પોઝીટીવ મહિલા દર્દી સારવાર હેઠળ છે. જયારે અન્ય તમામ શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવતા તમામને રજા આપી દેવાઈ છે.