- પિતાએ પોતાના 9 વર્ષીય પુત્રને મોતને ઘાટ ઉતારીને જમીનમાં દફનાવી દીધો
- શંકાસ્પદ મોત અંગે પરિવારજને પોલીસ સમક્ષ શંકા રજૂ કરતા તપાસ કરાઈ
- મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલાયો
કચ્છ: મૂળ નેપાળના વતની અને હાલ મુન્દ્રાના બરોઈ ખાતે રહેતા હરીશ કામી નામના યુવાને આર્થિક ખેંચતાણના લીધે કંટાળીને સતત બિમાર રહેતા પોતાના અપંગ પુત્ર દિનેશ કામી જેની ઉંમર માત્ર 9 વર્ષની હતી. તેની ગળું દબાવી હત્યા કરી નાખી હતી.
કચ્છમાં પિતાએ પોતાના 9 વર્ષીય દિવ્યાંગ પુત્રને મોતને ઘાટ ઉતાર્યો આ પણ વાંચો :મોરબીની ત્રાજપર ચોકડીએ નજીવી બાબતે યુવાનની હત્યા
જંગલ વિસ્તારમાંથી દફનાવેલો મૃતદેહને કાઢવામાં આવ્યો
હત્યા કર્યા બાદ પુત્રનું કુદરતી મોત થયું છે. તેમ જણાવી પોતાના આઠથી દસ હમવતની યુવાનોને ભેગા કરીને પોતાના મૃતક પુત્ર દિનેશને નાના કપાયાના જંગલ વિસ્તારમાં દફનાવી દીધો હતો.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
સમગ્ર ઘટનનાની જાણ થતાં મુન્દ્રા માંડવી વિસ્તારના પ્રાંત અધિકારી ચૌધરી સાથે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પંચોની હાજરીમાં શબ બહાર કાઢવામાં આવ્યું હતું. બનાવ સંદર્ભે સબ ઇન્સ્પેક્ટર ભાવેશ ભટ્ટે હત્યારા પિતાને નજર કેદમાં રાખ્યો હતો અને શબને જામનગર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. રિપોર્ટ આવ્યા બાદ હરીશે દિનેશની હત્યા કેવી રીતે કરી હોવાનું સામે આવશે અને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો :પતિએ પત્નીને ચપ્પુના ઘા મારી હત્યા કર્યા બાદ પોતે કર્યો આત્મહત્યાનો પ્રયાસ