- ફાર્મના માલિક અને લોકગાયિકા સામે ગુનો નોંધાયો
- ડાયરાના કાર્યક્રમમાં જાહેરનામા અને કોરોનાનાં નિયમોનો ભંગ
- વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો
કચ્છ: બે દિવસ પહેલાં વિંઝાણના મામોટિયા પરિવારની પેડીના ધાર્મિક પ્રસંગે રાજ્યના જાણીતા કલાકારોનો ડાયરો યોજાયો હતો. જેમા કોરોના ગાઈડ લાઈનનો ભંગ કરવામાં આવ્યો હતો. જે બાબતે બુધવારે રાતે પધ્ધર પોલીસ વતી સહાયક ફોજદાર મુકેશભાઈ ડાંગીએ ભાવેશ લકકી એગ્રો ફાર્મના માલિક સંજય ઠક્કર અને લોકગાયિકા ગીતા રબારી સામે ગુનો દાખલ કરાવ્યો હતો.
સામાજીક અંતર ના જળવાયું
વાડીના માલિક સંજય ઠક્કર દ્વારા કોઈ મંજૂરી લીધા વગર ડાયરાનું આયોજન કર્યું હતું. ગીતા રબારીએ જાહેરનામું હોવા છતાં ડાયરાની રમઝટ બોલાવી હતી આ ઉપરાંત ડાયરાના કાર્યક્રમમાં સામાજિક અંતર પણ નહોતું જળવાયુ અને કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ માસ્ક પણ નહોતા પહેર્યા જેનો ઉલ્લેખ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
જુદી જુદી કલમો તળે ગુનો નોંધવામાં આવ્યો
આ ગુનામાં કલમ 188, 269 , 270 તથા ગુજરાત પોલીસ ધારાની કલમ 139 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ધારાની કલમ 51 બી તેમજ એપેડેમીક ધારાની કલમ 3 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.