- 12 લાખની નકલી નોટો સાથે દંપતિ ઝડપાયું
- CCTV કેમેરામાં દંપતી કેદ થયું
- મધ્યપ્રદેશ પત્રકાર સંઘનું કાર્ડ પણ મળી આવ્યું
કચ્છ: ભુજ A ડિવીઝન પોલીસના સર્ચ ઓપરેશનમાં મધ્યપ્રદેશના દંપતીને 12 લાખની નકલી નોટો સાથે ઝડપી પાડ્યું હતું. ગઈકાલે બુધવારે બપોરે દોઢથી ત્રણ વાગ્યાના સમય દરમિયાન ભુજના વાણીયાવાડ વિસ્તારથી લઈને તળાવ શેરી અને અનમ રિંગરોડ પર આવેલી અનેક દુકાનોમાં ફરીને વેપારીઓને 2000ની નકલી નોટ પધરાવી ખરીદી કરીને છેતરપિંડી કરનારું શંકાસ્પદ દંપતિ આખરે ઝડપાઈ ગયુ હતું.
દંપતિ રતલામનું રહેવાસી
A ડિવિઝન પોલીસે સર્ચ ઓપરેશન કરીને આખરે મધ્યપ્રદેશના રતલામના રહેવાસી એવા દંપતીને રૂપિયા 12 લાખની નકલી નોટો સાથે ઝડપી પાડ્યું છે અને વધુ તપાસ હાથ ધરી છે. MPનું આ દંપતી જેમાં મહિલા ટી- શર્ટ અને જીન્સમાં સજ્જ થઈને ભુજમાં અનેક વેપારીઓ પાસે નાની- મોટી ખરીદી કરીને 2000ની નકલી નોટો વટાવતા હતા, ત્યારે વેપારીઓને 2000ની નોટોમાં શંકા જતા આ 2000ની નોટો નકલી હોવાનું પુરવાર થતા ચાલાક વેપારીઓએ આ દંપતીની ગતિવિધિ પર CCTV કેમેરાના આધારે નજર રાખતા આ CCTV કેમેરા ફૂટેજના માધ્યમથી A ડિવીઝન પોલીસે વ્યાપક તપાસ કરીને ભુજ રેલવે સ્ટેશનથી સયાજીનગરીમાં ફરાર થવા પ્રેરવી કરતા પહેલા આ દંપતિને ઝડપી પાડ્યું છે. જોકે અત્યારે આ દંપતિ પોલીસના કબ્જામાં હોય તેમની સામે કાયદેસરની પ્રક્રિયા ચાલુ હોય તેમના નામ, ઠામ મળી શક્યાં નથી. પરંતુ તેમના કબ્જામાંથી 12 લાખની નકલી નોટો ઝડપાયાનું જાણવા મળે છે. જોકે પોલીસે હજી સતાવાર યાદી બહાર પાડી નથી.
નકલી નોટ પધરાવી ખરીદી કરીને બાકીના રૂપિયા પરત લેવામાં આવતા