ગુજરાત

gujarat

ETV Bharat / state

પૂર્વ કચ્છના ASIની આવક કરતા વધુ સંપતિ નિકળતા ACBમાં ફરિયાદ નોંધાઈ - એ.સી.બીના સમાચાર

ભુજના સંસ્કારનગરમાં રહેતા અને રાપર ખાતે ASI તરીકે ફરજ બજાવતા પોલિસ કર્મચારી સામે આવક કરતા વધુ સંપતિ મામલે ACBમાં ફરિયાદ નોંધાઇ હતી. અમદાવાદના ACB રીડર PIએ રાપર પોલીસ સ્ટેશનમાં અનાર્મ્ડ ASI તરીકે ફરજ નિભાવી રહેલા પરીક્ષિતસિંહ પ્રભાતસિંહ જાડેજા વિરુદ્ધ ભ્રષ્ટાચાર અધિનિયમ 1988ની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

પૂર્વ કચ્છના ASI સામે આવક કરતા વધુ સંપતિની નિકળતા ACBમાં ફરિયાદ નોંધાઈ
પૂર્વ કચ્છના ASI સામે આવક કરતા વધુ સંપતિની નિકળતા ACBમાં ફરિયાદ નોંધાઈ

By

Published : Mar 10, 2021, 4:13 PM IST

Updated : Mar 10, 2021, 6:48 PM IST

  • પૂર્વ કચ્છના ASI 1 કરોડ રૂપિયાથી વધુ સંપતિના માલિક
  • અમદાવાદના ACB રીડર PIએ કરી ફરિયાદ
  • ભ્રષ્ટાચાર અધિનિયમ-1988ની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ
  • સંપતિમાં 73.64 ટકાથી વધુ સંપતિનો હિસાબ મળી આવ્યો

આ પણ વાંચોઃએક લાખની લાંચ માગનાર હેડ કોન્સ્ટેબલ સહિત અન્ય એક ખાનગી વ્યક્તિ ACBના સકંજામાં

ભુજઃ પરીક્ષિતસિહ પ્રભાતસિહ જાડેજા, અનાર્મ્ડ ASI, વર્ગ-૩, રાપર પોલીસ સ્ટેશન સામે થયેલી ફરિયાદ સંદર્ભે તપાસ કરતા ગત તારીખ 01/04/2008થી તા.31/03/2020 સુધી તેમની સંપતિમાં 73.64 ટકા વધુ સંપતિનો હિસાબ મળી આવ્યો છે. પરીક્ષિતસિહ સામે ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર કરી અને અપ્રમાણસર મિલ્કત વસાવ્યાના આક્ષેપની અરજી સબંધે ACB દ્વારા અરજી તપાસ સબંધે જરૂરી રેકર્ડ, દસ્તાવેજો, કાયદેસરની મેળવેલી આવક અને કરેલા રોકાણ તથા ખર્ચની હકિકતો તપાસતા ફરજ દરમિયાન પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં રૂ.1,22,98,337 એટલે કે 73.64 ટકા જેટલી રકમનું વધુ રોકાણ/ખર્ચ કરેલાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

12 વર્ષના ચેકપીરીયડના સમયગાળામાં જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરૂપયોગ

આરોપીએ 12 વર્ષના ચેકપીરીયડના સમયગાળામાં કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરૂપયોગ કરી ઈરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે ધનવાન થવા વિવિધ રસ્તા અપનાવી નાણાં મેળવી, નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા પરિવારજનોના નામે જંગમ મિલ્કતમાં રોકાણ/ખર્ચ કરી, ભ્રષ્ટાચાર કર્યા હોવાનું બહાર આવ્યું હતું.

આ પણ વાંચોઃસુરત ACBને મળી સફળતા, 15,000ની લાંચ લેતા રાંદેર ઝોનના આસિસ્ટન્ટ ઈજનેરની ધરપકડ

ભ્રષ્ટાચારની કલમો હેઠળ ગુનો નોંધાયો

અધિનિયમ 1988 (સુધારો-2018)ની કલમ 13(1)(બી) તથા 13(2) મુજબનો ગુનો નોંધવામા આવ્યો છે. પી. કે. પટેલ, ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર,કચ્છ(પૂર્વ) ABC પોલીસ સ્ટેશન, ગાંધીધામ પરીક્ષીતસિંહ સામે ગુનો નોંધ્યો છે અને તેની તપાસ એમ. જે. ચૌધરી, પોલીસ ઈન્સપેકટર, કચ્છ(પશ્વિમ) ACB પોલીસ સ્ટેશન, ભુજ દ્વારા કરવામાં આવી હતી.

Last Updated : Mar 10, 2021, 6:48 PM IST

ABOUT THE AUTHOR

...view details