ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટીનું બુલેટપ્રુફ જેકેટ મળી આવ્યું

ક્ચ્છના અબડાસા તાલુકાના જખૌ નજીક આવેલા ખીદરત ટાપુ પાસેથી ભારતીય એજન્સીને પાકિસ્તાન મરીન સિક્યોરિટીનું બુલેટપ્રુફ જેકેટ મળી આવ્યું છે. જેને કબ્જે કરી આગળની તપાસ હાથ ધરાઈ છે.

Bulletproof jacket
Bulletproof jacket

By

Published : Aug 8, 2021, 11:00 PM IST

  • કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટીનું જેકેટ મળી આવતા ચકચાર
  • જખૌ નજીક આવેલા ખીદરત ટાપુ પાસેથી પાકિસ્તાન મરીન સિક્યોરિટીનું બુલેટપ્રુફ જેકેટ મળ્યું
  • સ્ટેટ IB દ્વારા અપાઈ હતી બાતમી
  • જખૌ મરીન પોલીસે પાક. સિક્યુરીનું જેકેટ કબ્જે કર્યું

કચ્છ: જિલ્લામાં અબડાસાના જખૌ દરિયાઈ પટ્ટીમાં અવારનવાર ચરસના પેકેટો મળી આવે છે. જ્યારે આ વખતે ખીદરત ટાપુ પાસેથી ભારતીય એજન્સીને પાકિસ્તાન મરીન સિક્યોરિટી (Pakistan Marine Security) નું બુલેટપ્રુફ જેકેટ મળી આવ્યું છે. આ બુલેટપ્રુફ જેકેટ (Bulletproof jacket) મળવાની આ પ્રથમ ઘટના બની છે. જેની જાણકારી સ્ટેટ IB દ્વારા સ્થાનિક તંત્રને આપવામાં આવી હતી. આ જેકેટ જખૌ મરીન પોલીસે કબ્જે કરી સ્થળ પર પંચનામું કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Kutch Border: BSFના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની નાગરિકને ઝડપ્યો

તમામ સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની

નોંધનીય છે કે, અત્યારસુધી આ દિરયાઈ પટ્ટીના વિસ્તારમાંથી માત્ર ચરસ જ મળી આવતા હતા. હવે આ પાકિસ્તાની બુલેટપ્રુફ જેકેટ (Bulletproof jacket) મળતાની સાથે ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવ્યા છે અને સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.

ABOUT THE AUTHOR

...view details