ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છ સરહદની જાસૂસી કરતા BSFનો જવાન ઝડપાયો, 7 વર્ષ પહેલા સેનામાં થયો હતો ભરતી - બીએસએફનો જવાન જાસૂસી કરતો ઝડપાયો

કચ્છ (Kutch)નાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ(BSF)ના ગાંધીધામ યુનિટ (Gandhidham Unit)માં તૈનાત કાશ્મીરી જવાન જાસુસી કરતા ઝડપાયો છે. ગુજરાત ATS દ્વારા જાસૂસી કરતા આ BSF જવાનની ધરપકડ કરવામાં આવી છે. કાશ્મીરનો આ જવાન 7 વર્ષથી BSFમાં હતો.

કચ્છ સરહદની જાસૂસી કરતા BSFનો જવાન ઝડપાયો
કચ્છ સરહદની જાસૂસી કરતા BSFનો જવાન ઝડપાયો

By

Published : Oct 25, 2021, 6:27 PM IST

  • કચ્છ સીમાની જાસૂસી કરતા BSF જવાન ઝડપાયો
  • ગાંધીધામની બટાલિયનમાં તૈનાત છે જવાન
  • ગુજરાત ATSએ જવાનને ઝડપી પાડ્યો

કચ્છ: સરહદની જાસૂસી કરતાં BSFના જવાનને ગુજરાત ATS દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. કચ્છનાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ(BSF)ના ગાંધીધામ યુનિટમાં તૈનાત કાશ્મીરી જવાન જાસુસી કરતા ઝડપાયો (Kashmiri Jawan Caught Spying) છે. ગુજરાતનાં એન્ટી ટેરરિસ્ટ સ્કોડ (ATS) દ્વારા આ BSFના જવાનની ધરપકડ કરવામાં આવતા બોર્ડર ડિસ્ટ્રીક્ટ કચ્છની ઇન્ટેલિજન્સ એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે.

ત્રિપુરામાં હતો ત્યારથી તેના પર હતી નજર

સમગ્ર મામલામાં હજુ સુધી કોઈ સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે આ કાશ્મીરી જવાન ત્રિપુરામાં ડ્યુટી પર હતો, ત્યારથી તેનું સર્વેલન્સ કરવામાં આવ્યું હતું અને કચ્છમાં આવ્યા પછી પણ તેની ઉપર નજર રાખવામાં આવી રહી હતી. જાસૂસીમાં ઝડપાયેલો આ કાશ્મીરી જવાન કચ્છ ગાંધીધામની 74મી બટાલિયનમાં તૈનાત હતો. દરમિયાન ગુજરાત ATSને ઇનપુટ મળતા જ તેને દબોચી લીધો હતો.

7 વર્ષ પહેલા BSFમાં ભરતી થયો હતો

સુત્રોનાં જણાવ્યા મુજબ, જમ્મુ-કાશ્મીર રાજ્યનાં રાજૌરી જિલ્લામાં રહેતો આ જવાન 2 મહિના પહેલા તેની બટાલિયન કચ્છમાં ગાંધીધામ ખાતે આવતા અહીં આવ્યો હતો. ઇન્ટેલિજન્સ એજન્સીઓની તેની ઉપર નજર હતી અને તે અંગે ગુજરાત ATSને પણ જાણ કરવામાં આવતા તેની ઉપર ફોકસ કરવામાં આવ્યું હતું. આ મુસ્લિમ કાશ્મીરી યુવાન સાતેક વર્ષ પહેલા જ BSFમાં ભરતી થયો હતો.

સમગ્ર બાબતે ઉચ્ચ અધિકારીઓ તપાસ હાથ ધરશે

ઉલ્લેખનીય છે કે , છેલ્લા 1 વર્ષથી વધુમાં કેટલા લોકો BSFમાં જોડાયા તે અંગે પણ આ જવાન દ્વારા માહિતી મંગાવવામાં આવી હતી. આ સમગ્ર બાબતે BSFના ઉચ્ચ અધિકારીઓ, ઇન્ડિયન ઇન્ટેલિજન્સ બ્યુરો અને ગુજરાત ATS સંયુક્ત તપાસ હાથ ધરશે. સમગ્ર બાબતે સત્તાવાર માહિતી ટૂંક સમયમાં બહાર પડવામાં આવશે.

આ પણ વાંચો: જાણો Matana Madh પાસે આવેલ Planet Mars જેવી 3થી 4 વર્ગ કિલોમીટરની રંગીન ભૂમિ વિશે

આ પણ વાંચો: Pomegranate unaffordable: કચ્છ જિલ્લામાં દાડમના વર્ષો જૂના છોડ ઉખાડી ફેકતાં ખેડૂતો

ABOUT THE AUTHOR

...view details