ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છના જખૌના દરિયાઈ સીમમાં ખીદરત બેટ પરથી શંકાસ્પદ પેટી મળી આવી - undefined

સરહદી જિલ્લા કચ્છના અબડાસા તાલુકાના જખૌના દરિયાઈ સીમામાં આવેલ ખીદરત બેટ પરથી સંદિગ્ધ હાલતમાં એક બિનવારસુ પેટી તથા એક વિસ્ફોટક પદાર્થ મળી હોવાનું બહાર આવ્યું છે.ઘટનાની જાણ થતા આઈબી, બીએસએફ, કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.

કચ્છના જખૌના દરિયાઈ સીમમાં ખીદરત બેટ પરથી શંકાસ્પદ પેટી મળી આવી
કચ્છના જખૌના દરિયાઈ સીમમાં ખીદરત બેટ પરથી શંકાસ્પદ પેટી મળી આવી

By

Published : Sep 21, 2021, 10:45 PM IST

Updated : Sep 22, 2021, 2:27 PM IST

  • જખૌ દરિયાઈ સીમા પરથી એક બિનવારસુ શંકાસ્પદ બોક્સ અને વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો
  • સુરક્ષા એજન્સીઓ બની એલર્ટ, આસપાસના વિસ્તારમાં શરૂ કાર્યો સર્ચ ઓપરેશન
  • ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની ટીમ સ્થળ પર પહોંચી

કચ્છ: ખીદરત બેટ પર સંદિગ્ધ હાલતમાં એક પતરાની પેટી પડી હોવાનું સુરક્ષા એજન્સીઓના ધ્યાન પર આવ્યું હતું. ઘટનાની જાણ થતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. હાલ પેટીને વધારે તપાસ કરવા માટે ત્યાં જ રાખવામાં આવી છે. પતરાની પેટીમાં કોઈ ભયજનક પદાર્થ કે વસ્તુ છે કે નહીં તેની તપાસ માટે ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની મદદ લેવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ આ ખીદરત બેટ પરથી નશીલા પદાર્થનું પેકેટ મળ્યું હતું

કચ્છના જખૌના દરિયાઈ સીમમાં ખીદરત બેટ પરથી શંકાસ્પદ પેટી મળી આવી
તપાસ બાદ જ વધુ માહિતી જાહેર થશેકચ્છના ખીદરત બેટ પાસેથી જે સંદિગ્ધ હાલતમાં બિનવારસી પેટી મળી આવી છે તે અંગેની વધુ વિગતો હાલ સુરક્ષા કારણોસર બહાર નથી આવી. આ પેટીને લઈ વધુ વિગતો તમામ સુરક્ષા એજન્સીઓની સંયુક્ત તપાસ બાદ સામે આવી શકે છે. ઑગસ્ટમાં થયેલ પાકિસ્તાન-ચીનની જોઈન્ટ નેવી કવાયત દરમિયાન વિસ્ફોટક તણાઈને આવ્યા હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે.
Last Updated : Sep 22, 2021, 2:27 PM IST

For All Latest Updates

TAGGED:

કચ્છ

ABOUT THE AUTHOR

...view details