- 9 મહિનાની વાછરડી દૂધ આપતા આશ્ચર્ય સર્જાયું
- વાછરડી ખરીદવા માટે 55000 થી 70,000 રૂપિયાની કરાઈ ઓફર
- માલધારી પરિવારના સભ્યો પણ કુદરતના કરિશ્માથી આશ્ચર્યચકિત
ભુજ :સામાન્ય રીતે કોી પણ ગાય 4 વર્ષ બાદ વાછરડી વાછરડાને જન્મ આપવા લાયક બને છે અને વાછરડી કે વાછરડું જનમ્યા બાદ એકથી દોઢ વર્ષ સુધી ગાય દૂધ આપતી હોય છે, પરંતુ ભુજમાં પશુપાલન અને દૂધનો વ્યવસાય કરતા અને સરપટ નાકા પાસે ગાયોનો વાડો ધરાવતા રાશિદ સમા નામના માલધારી પાસે 9 મહિના પહેલા જન્મેલી એક વાછરડી છેલ્લા 1.5 મહિનાથી દૂધ આપતી થઈ જતાં આશ્ચર્ય સર્જાયું છે. આ ઉપરાંત, પશુપાલનનો વ્યવસાય કરતા માલધારી પાસે 25 જેટલી દેશી કાંકરેજ નસલની ગાયો પણ છે.
આ પણ વાંચો:બનાસકાંઠામાં પશુપાલન વિભાગ દ્વારા પશુઓ માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઝુંબેશ શરૂ કરાઇ
ક્યારેક એક વાટકો તો ક્યારેક બે વાટકા આપે છે દૂધ
આ વાછરડીનું નામ કાબર રાખવામાં આવ્યું છે, તેની માંનું દૂધ આ વાછરડી પીવે છે, આ સાથે પોતે પણ દૂધ આપે છે. આ વાછડી ક્યારેક એક વાટકો તો ક્યારેક બે વાટકા દૂધ આપે છે. આ વાછરડીને જોવા માટે અનેક લોકો આવી રહ્યા છે.
વાછરડી ખરીદવાની ઓફર આવી