ગુજરાત

gujarat

ETV Bharat / state

જી.કે.જનરલ હોસ્પિટલમાં 7 વર્ષના બાળકને મોતિયાની શસ્ત્રક્રિયાથી દ્રષ્ટિ પાછી મળી - Surgery

કચ્છમાં 7 વર્ષના બાળકને ઈજાના કારણે આંખના મોતિયામાં ઈજા પહોંચી હતી. જેના કારણે બાળકે દ્રષ્ટિ ગુમાવી હતી. અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં આ બાળકની આંખની સર્જરી કરવામાં આવી હતી અને માત્ર 2 દિવસમાં બાળકની દ્રષ્ટિ તેને પાછી મળી હતી.

ccc
જી.કે.જનરલ હોસ્પિટલમાં 7 વર્ષના બાળકને મોતિયાની શસ્ત્રક્રિયાથી દ્રષ્ટિ પાછી મળી

By

Published : Jun 18, 2021, 1:42 PM IST

  • કચ્છમાં 7 વર્ષના બાળકની આંખનુ કરવામાં આવ્યું આપરેશન
  • ઈજા થવાને કારણે બાળકના મોતિયામાં થઈ હતી ઈજા
  • માત્ર 2 દિવસમાં ડોક્ટરોએ બાળકને દ્રષ્ટિ આપી

કચ્છ: અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં માત્ર 7 વર્ષની વયના બાળકની ડાબી આંખમાં ઈજા થવાથી મોતિયો ફાટવાને કારણે કણ કણમાં વેરાઈ ગયો હતો. દ્રષ્ટિ સદંતર લુપ્ત થઈ ગયા બાદ આંખ અને એનેસ્થેટિક વિભાગના તબીબોએ ઓપરેશન કરી બાળકની આંખમાં નેત્રમણિ નાંખીને અને બે જ દિવસમાં બાળકની દ્રષ્ટિ પુન: સ્થાપિત કરી દીધી.

ઈજાના કારણે બાળકની આંખમાં તકલીફ

હોસ્પિટલની આંખ વિભાગના આઈ સ્પેશિયાલિસ્ટ અને એસો.પ્રો. ડો. અતુલ મોડેસરાએ કહ્યું કે, ભુજની જી.આઈ.ડી.સી. વિસ્તારમાં રહેતા અલ્પેશ પી પરમાર નામના બાળકને કોઈ કારણસર આંખમાં ઈજા થવાથી જી.કે.માં ચકાસણી અર્થે આવ્યા ત્યારે તે બાળકને તપાસ કરતાં જણાયું કે, મોતિયાની પાછળના ભાગનું પ્રવાહી આગળ પ્રસરી ગયું હતું.

આ પણ વાંચો : ભરૂચના તબીબે 640 ગ્રામની પથરીની ગાઠનું કર્યું ઓપરેશન

વેરાઈ ગયેલા મોતિયાના કણને દૂર કરી દેવામાં આવ્યા

આવી પરિસ્થિતિમાં ઓપરેશન કરવું જરૂરી લાગતાં બાળકને તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું હતું અને વેરાઈ ગયેલા મોતિયાના કણને દૂર કરીને નવી નેત્રમણિ બેસાડવામાં આવી. બીજા દિવસથી જ બાળકને દ્રષ્ટિમાં ચેતના આવી ગઈ અને બંને આંખે એ બાળક પૂર્વવત દેખતું થઈ ગયું.

આવા ઓપરેશન સામાન્ય રીતે મોટા શહેરોમાં થાય છે

મોતિયાના ઓપરેશનમાં મોતિયો કાઢવો સહેલો છે. પરંતુ, ઈજાને કારણે અને તેમાય બાળક હોય અને મોતિયાના ટુકડા થઈ ગયા હોય તેવી ગંભીર પરિસ્થિતીમાં ખૂબ સાવધાની રાખવી પડે છે. આવા ઓપરેશન સામાન્ય રીતે મોટા શહેરોમાં થાય છે. પરંતુ, અહી, જી.કે.માં આ પ્રકારે આવું અસાધારણ ઓપરેશન કરી વધુ એક સફળતા પ્રાપ્ત થઈ છે.

આ પણ વાંચો : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસના 400થી વધુ કરાયા ઓપરેશન

બાળકને આંખની ઈજજાથી બચાવવા શું કરવું?

તબીબોએ બાળકોને આંખની ઈજજાથી બચાવવા માટે લેવાની થતી કાળજી અંગે કહ્યું કે, ઈજજા થાય એવી રમતોથી દૂર રહેવું જોઈએ. બાળકોએ તેમની વયને યોગ્ય રમકડાંથી રમવું જોઈએ. પ્રોજેકટાઈલ રમકડાંથી પણ દૂર રાખવા જોઈએ. બાળકને પેલેટ ગન્સથી રમવા ન દો ઉપરાંત, નાની-મોટી રમતોથી ઈજા ના થાય તેની સંભાળ રાખવી. નાના બાળકોને કેમિકલ કે સ્પ્રેથી દૂર રાખવા. ઈજા થાય તો તાત્કાલિક તબીબી મદદ મેળવવી.

ABOUT THE AUTHOR

...view details