- પાકિસ્તાની 15 વર્ષીય કિશોર વધારે પૂછપરછમાં એક જ રટણ
- પાકિસ્તાનની ભારતની સરહદે જાસૂસીની આશંકા
- સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની
કચ્છ: સુરક્ષા એજન્સીઓ દ્વારા કિશોરની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જેમાં આ કિશોર ઘરથી બધા ભાગી ગયા હોઇ પોતે પણ ભાગ્યો હોવાનું જ વારંવાર જણાવી રહ્યો છે તથા તપાસમાં વધુ માહિતી હજી સુધી મળી નથી. પાકિસ્તાની કિશોર પાકિસ્તાનના અંદરના વિસ્તારમાં ના ભાગ્યો અને આ કચ્છમાં આવી પહોંચ્યો. પાકિસ્તાનના રેન્જર્સના કેમ્પો અને તેમની પેટ્રોલિંગ કરતી એજન્સીઓની નજર ચૂકવીને કચ્છના પિલર 1099 સુધી પહોંચી આવ્યો, પણ પાક રેન્જર્સોની નજરમાં આ કિશોર ન ઝડપાયો કે કોઇને ખબર પણ ન પડી, એ સૌથી મોટો પ્રશ્ન છે.
પાકિસ્તાની સેના પર સવાલ
પાકિસ્તાનની એજન્સીઓ આમ તો ભારતની સરહદ પર ચાંપતી નજર રાખતી હોય છે તથા પાકિસ્તાનના સૈનિકો સતત બોર્ડર પર ફરતા હોય છે તો આવામાં આ કિશોરનું ભારતની બોર્ડરમાં આવવું તથા કચ્છના સરહદી વિસ્તારમાં પહોંચી આવું અનેક સવાલો ઉભા કરે છે તથા ભારતની જાસૂસી માટે પાકિસ્તાન આવી હરકતો કરી રહ્યું હોવાની સંભાવના પણ વર્તાઈ રહી છે.
આ પણ વાંચો: તેલંગણામાં ભાજપના નેતાને કાર સાથે જીવતો સળગાવ્યો
જાસૂસીની આશંકા
આ ઉપરાંત સુત્રોમાં એવી ચર્ચા પણ થઈ રહી છે કે પાકિસ્તાનની એજન્સીઓ જાણે છે કે કિશોર હોતા ભારતમાં વધુ સજા નહીં થાય તથા 18 વર્ષના નાની ઉંમરના સગીરને ભારતમાં વધુ સજા કરાતી નથી જે વાત પાકિસ્તાની એજન્સીઓ જાણે છે. આ તમામ બાબતે ભારતીય એજન્સીઓએ વધારે તપાસ હાથ ધરી છે.