ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજમાં 30 હજારના 90 કપડાઓની થઈ ચોરી

ભુજમાં કપડાની ચોરીનો કિસ્સો સામે આવ્યો છે જ્યા 30 હજારના 90 કપડા ચોરાઇ ગયા હતા. આરોપી પોતાના સમાજનો હોવાનો હોવાને કારણે વેપારીએ સમાધાનનો રસ્તે ગયો હતો પણ આરોપી કપડા પરત કરવામાં આનાકાની કરતા વેપારીએ પોલીસ ફરિયાદ કરી હતી.

chori
ભુજમાં 30 હજારના 90 કપડાઓની થઈ ચોરી

By

Published : Apr 3, 2021, 4:56 PM IST

  • ભુજમાં કપડાની ચોરીનો કિસ્સો સામે આવ્યો
  • 30 હજારના 90 કપડાઓની કરવામાં આવી ચોરી
  • પોલીસે શરુ કરી તપાસ

ભુજ: શહેરના ક્લાસિક કોમ્પલેક્ષમાં રહેતા અનાજના વેપારી કિરીટભાઈ શાહ જ્યારે ઘરની બહાર દોરી પર કપડાં સુકાવ્યા હતા. જે રાતે ચોરાઈ ગયા હતા. ચોરને પકડી પાડવા સાવધાનીના પગલે ઘરની બહાર CCTV કેમેરા ગોઠવ્યા હતા.

30 હજારની કિંમતના 90 કપડાં ચોરાયા હતા

22 જાન્યુઆરી 2021ના રાત્રે 11:40ના અને 23 જાન્યુઆરીના સવારે 5:51ના અરસામાં કપડાંની ચોરી થઇ હતી. જેના CCTV ફૂટેજ ચેક કરતાં આ કપડાની ચોરી કરનાર તેમના પડોશી વિશાલ ઝવેરી હોવાનું જણાઇ આવ્યું હતું. આ જાણ થતાં જ તેમણે વિશાલ ઝવેરીએ છેલ્લા છ થી સાત મહિનામાં તેમના રૂ.30,000 ની કિંમતના અંદાજે 90 કપડાંની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

ભુજમાં 30 હજારના 90 કપડાઓની થઈ ચોરી

સમાજનો સભ્ય હોવાથી સમાધાનની વાતો ચાલતી હતી

ફરિયાદમાં એમ પણ જણાવ્યું હતું કે આ બાબતે જાણ થયા બાદ વેપારીને આ કપડાના બિલ ન મળ્યા હતા અને આ ચોરી કરનાર તેમના સમાજનો હોવાના કારણે સમાધાનની વાતો ચાલતી હતી, પણ તે કપડા પરત કરવામાં આનાકાની કરી રહ્યો હતો. આખરે આ બબાતે વેપારીએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કપડા ચોરી કરનાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details