કચ્છ/ભુજ: 26 વર્ષ બાદ ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે વધુ એક સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમની અસર તળે કચ્છમાં ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને અંતરિયાળ અને છેવાડાના અબડાસા તાલુકામાં મેઘરાજાએ અનરાધાર વરસાદ વરસાવ્યો છે. જ્યારે અબડાસામાં કુલ 8 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ભુજમાં ત્રણ ઈચ વરસાદ નોંધાયો હતો.
અંજારમાં 9 mm વરસાદ સાથે સીઝનનો વરસાદ 1161 mm થયો છે. અબડાસામાં 208 mm વરસાદ સાથે સીઝનનો 922 mm વરસાદ થયો છે. નખત્રાણામાં 69 mm સાથે કુલ 919 mm વરસાદ નોંધાયો છે. ભુજમાં 42mm વરસાદ સાથે સીઝનનો 1028 mm વરસાદ નોંધાયો છે. મુન્દ્રામાં 94 mm સાથે 1257 mm વરસાદ થયો છે. માંડવીમાં 56 mm સાથે 1509 mm રાપરના પાંચ mm વરસાદ સાથે 692 mm વરસાદ નોંધાયો છે. લખપતમાં 40 mm વરસાદ સાથે સીઝનનો 713 mm વરસાદ નોંધાયો છે. જ્યારે ગાંધીધામ સિવાય તમામ તાલુકામાં વરસાદ પડ્યો છે.
કચ્છના અબડાસામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ, ભુજમાં 3 ઇંચ - બંદરીય શહેર મુદ્રામા ચાર ઇંચ વરસાદ
કચ્છ જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે સરહદી અંતરિયાળ અને દુર્ગમ એવા અબડાસા તાલુકામાં મેઘરાજાએ સાંબેલાધાર થતાં ચાર કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. અબડાસાના અનેક ગામો પાણી પાણી થઇ ગયા હતા. કચ્છના પાટનગર ભુજમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે બંદરીય શહેર મુંદરામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. કચ્છના 10 તાલુકા પૈકી માત્ર ગાંધીધામ સિવાય નવ તાલુકામાં અડધાથી 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચો : ગુજરાતમાં વરસાદી પેટર્ન બદલાઈ, તેનું શું કારણ? ડ્રાય વિસ્તાર કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેકોર્ડબ્રેક વરસાદ
કચ્છમાં અબડાસા, નખત્રાણા, ભુજ, મુંદરા અને માંડવીમાં બેથી 8 ઇંચ વરસાદ નોંધાયો છે. પશ્ચિમ કચ્છના આ તમામ તાલુકાઓમાં ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહી રહી છે. તેમજ તણાવ ડેમ બીજી વખત છલકાઈ રહ્યાં છે. સર્વત્ર પાણી પાણી થઇ જતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં જનજીવનને અસર પડી છે. હવામાન વિભાગના અધિકારી રાકેશ કુમારના જણાવ્યા મુજબ, દક્ષિણ પાકિસ્તાનમાં સાયક્લોનિક સરક્યુલેશનની અસર તળે હજુ ત્રણ દિવસ સુધી કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના જોવા મળી રહી છે. કચ્છના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.