- ગામમાં ઓક્સિજનની સુવિધા સાથે કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર શરૂ
- જરૂરી તમામ દવાઓ પણ PHC મંગાવી દર્દીને આપી શકાય તેવી વ્યવસ્થા કરી
- સ્વભંડોળમાંથી રેપિડ એન્ટીજન્ટ ટેસ્ટ કિટ પણ મંગાવવામાં આવી
કચ્છ :મોટી ચિરાઈ ગામમાં ઓક્સિજનની સુવિધા સાથે કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ઉપરાંત અન્ય તમામ સુવિધાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જરૂરી તમામ દવાઓ પણ PHC મંગાવી દર્દીને આપી શકાય તેવી સુચારૂં વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ગ્રામપંચાયત દ્વારા સ્વભંડોળમાંથી રેપિડ એન્ટીજન્ટ ટેસ્ટ કિટ પણ મંગાવવામાં આવી છે. જે અન્વયે ગ્રામ લેવલે જ શંકાસ્પદ લક્ષણો જણાતા વ્યક્તિઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે.
કોરોનાના અંગે માર્ગદર્શન માટે માઇક સિસ્ટમ દ્વારા સંદેશો આપાય છે
આ ઉપરાંત પંચાયત દ્વારા કોરોનાના અંગે માર્ગદર્શન આપવા માટે માઇક સિસ્ટમ દ્વારા સંદેશો આપવામાં આવે છે. તેમજ વેક્સિનેશન અંગે જાગૃતિ ફેલાવવા માટે પણ સંદેશાઓ લોકો સુધી વહેતા કરવામાં આવે છે.
આ પણ વાંચો : જંબુસરની અલમહેબુબ હોસ્પિટલને ડીસ્ટ્રીકટ કોવીડ હેલ્થ સેન્ટર જાહેર કરાઈ
ઓક્સિજન સિલિન્ડરનો જથ્થો ડબલ કરી 1,500 કરવામાં આવ્યોઅત્યારે ઓક્સિજન જાણે અમૃત સમાન બની ગયું છે. દર્દીઓની સારવાર માટે ઓક્સિજન ખૂબ જ જરૂરી છે. ત્યારે મોટી ચિરઈ ગ્રામ પંચાયત, સરપંચ તેમજ ગામના અગ્રણીઓ દ્વારા ગામની સીમમાં ઓક્સિજનનું ઉત્પાદન કરતી ગોપીનાથ ઓક્સિજન કંપનીની મુલાકાત કરી હતી. જ્યાં રોજના 750 ઓક્સિજન સિલિન્ડરનું ઉત્પાદન થતું ત્યાં ગામના સહકાર થકી નવો પ્લાન્ટ શરૂ કરીને ઓક્સિજન સિલિન્ડરનો જથ્થો ડબલ કરી 1,500 કરવામાં આવ્યો છે. જેથી કચ્છમાં ઓક્સિજનની અછતને નિવારી શકાય છે.હોમ ક્વોરંટાઇન થયેલા લોકોને નિ:શુલ્ક સિલીન્ડર પુરા પડાયઆ ઉપરાંત કંપની દ્વારા હોમ ક્વોરન્ટાઇન થયેલા લોકોને નિ:શુલ્ક સિલીન્ડર પુરા પાડવામાં આવે છે. આરોગ્ય વિભાગની જરૂરિયાત અનુસાર સરકારી તેમજ ખાનગી દવાખાનામાં ઓક્સિજન સિલીન્ડરનો જથ્થો પુરો પાડવામાં આવે છે. આ પણ વાંચો : મોરબીના સાવસર પ્લોટના રહેણાંક વિસ્તારમાં કોવિડ સેન્ટર શરુ કરવાની હિલચાલ સામે વિરોધ કંપનીઓમાં કોરોનાની ગાઇડલાઈનનું પાલન થાય તેનું ગ્રામપંચાયત દ્વારા ધ્યાન રાખવામાં આવેઆ ઉપરાંત ગામની આસપાસ આવેલી ફેક્ટરીઓ અને કંપનીઓમાં આકસ્મિક ચેકિંગ કરી ત્યાં કોરોનાની તમામ ગાઇડલાઈનનું પાલન કરવામાં આવે છે કે, નહિ તેનું પણ સરપંચ તેમજ ગ્રામપંચાયત દ્વારા ધ્યાન રાખવામાં આવે છે. જરૂરિયાતમંદ લોકોને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ ઘરે જ મળી રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. ગામને અવાર-નવાર સેનેટાઈઝીંગ પણ કરાય
ગ્રામપંચાયત અને ખાનગી કંપનીના સહયોગથી રાશન કીટ ઘરે-ઘરે પહોંચાડવામાં આવે છે. જેથી લોકોનું બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું પ્રમાણ ઘટાડી શકાય. ગામની રાશનની દુકાનો, પેટ્રોલ પંપ તેમજ અન્ય સ્થળોએ ગોળ રાઉન્ડ કરી સોશિયલ ડિસ્ટનસીંગનું પાલન કરવામાં આવે છે. આખા ગામને અવાર-નવાર સેનેટાઈઝીંગ પણ કરવામાં આવે છે.