ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છના 60 વર્ષીય દર્દીએ 39 દિવસમાં કોરોના પર મેળવી જીત, જાણો સ્વસ્થ થયા બાદ શું કહે છે કોરોના વોરિયર

કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવેલા ખોખરા ગામના 60 વર્ષીય પૂર્વ સરપંચ ભરતસિંહ જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 39 દિવસની સારવાર બાદ ભરતસિંહએ કોરોનાને માત આપી હતી. હાલ આ કોરોના વોરિયર લોકોને કોરોનાથી ન ડરવા અને હિંમતભેર લડવા માટે સમજાવી રહ્યા છે.

કોરોના વોરિયર
કોરોના વોરિયર

By

Published : Jul 8, 2020, 10:49 PM IST

Updated : Jul 8, 2020, 11:11 PM IST

કચ્છઃ અંજાર તાલુકાના ખોખરા ગામના 60 વર્ષીય પૂર્વ સરપંચ ભરતસિંહ જાડેજાએ મજબુત મનોબળ સાથે કોરોના સામે 39 દિવસની જંગ ખેલી જીત મેળવી છે. બુધવારે તેમને હોસ્પિટલમાંથી રજા આપવાનો નિર્ણય કરાયાની સાથે જ ગામના યુવાનો અને આગેવાનો તેમને લેવા માટે ભુજ પહોંચ્યા હતા. જ્યાંથી તેમને પોતાના ગામ લઈ જઈ ગામના આગેવાનનું કોરોના સામેની જીત બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

ભરતસિંહ જાડેજા અને કોરોનાની લડાઈ

  • સારવાર માટે જી. કે. કોવીડ-19 હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
  • 1 જૂનઃ ભરતસિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
  • ડાયાબીટીસ, લોહીનું દબાણ, શ્વાસ ચઢવા રોગોની ભરમાર
  • 9 જૂનઃ 60મો જન્મદિવસ ઉજવ્યો
  • 30 જૂનઃ ભરતસિંહને ઓક્સિજન પર રાખવામાં આવ્યા
  • IMCRની માર્ગદર્શિકા મુજબ સારવાર ચાલુ રાખી
  • ડૉકટર્સની મદદથી 39 દિવસની સારવાર બાદ ભરતસિંહે કોરોનાને હરાવ્યો
    કચ્છના 60 વર્ષીય દર્દીએ 39 દિવસમાં કોરોના પર મેળવી જીત

ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં ભરતસિંહએ જણાવ્યું હતું કે, મજબુત મનોબળ હોય તો કોરોના માત્ર સામાન્ય બિમારી છે. ડર છોડીને તેની સામે લડવાનું નકકી કરો એટલે બિમારી તમારૂ કાંઈ જ બગાડી શકે તેમ નથી. મારી બાજુના જ બેડ પર રહેલા બે લોકોના મૃત્યુ થયા હતા. તેમ છતા હું હિંમત હાર્યો નહોતો. હોસ્પિટલના સ્ટાફ અને તબીબોની મહેનત ખરેખર અભિનંદનને પાત્ર છે. કોઈ પ્રકારના ભેદભાવ વગર તમામ દર્દીઓને સારવારનો લક્ષ્ય રાખનારા તમામ ડૉકટર સ્ટાફ માટે તેમન પ્રત્યે આદરની લાગણી વ્યકત કરી હતી.

ગામના યુવા આગેવાન ગોકુલભાઈ રબારીએ જણાવ્યું હતું કે, ગામના આગેવાન વર્ષો સુધી ગામનની સેવા કરનારા પૂર્વ સરપંચ ભરતસિંહને બુધવારે ગામના લોકોએ હરખ સાથે સન્માની આવકાર્યા હતા. તેમને કોરોના સામે જીતવાની સાથે લોકો માટે પ્રેરણારૂપ પણ બન્યા છે. જે ગામ માટે ગૌરવની વાત છે.

ઉલ્લેખનીય છે કે, અંજાર તાલુકાનાં ખોખરા ગામના ભરતસિંહ જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને 1 જૂને જી કે કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોના સાથે તેમને ડાયાબીટીસ, બી.પી., શ્વાસ ચઢવા જેવી બીમારી પણ હતી. એક બાજુ 60 વર્ષની ઉંમર અને બીજી તરફ રોગોની ભરમાર અને કોરોના વચ્ચે આ દર્દી તબીબો માટે એક પડકાર બની ગયા હતા.

તબીબો કસોટીના એરણ પર ચઢે તે પહેલા જ દર્દીએ જાતે જ સકારાત્મક પ્રતિભાવ(પોઝિટિવ રિસ્પોન્સ) આપવાનું શરૂ કર્યું હતું. અનેક દર્દીઓ વચ્ચે પણ જાણે તેમને કશું જ થયું નથી. એવી માનસિકતા મજબુત કરી લીધી. પરિણામે તબીબો માટે કાઉન્સેલીંગનું કામ સરળ થઇ ગયું. તબીબો સહિત તમામ સારવાર કરતા સ્ટાફ સાથે તેમને ઘર જેવું વાતાવરણ ઉભું કરી દેતા હોસ્પિટલનું કામ સરળ થઈ ગયું હતુ. આ દરમિયાન તેમને 9 જૂનના રોજ પોતાનો 60મો જન્મદિવસ પણ ઉજવ્યો હતો.

ભરતસિંહે પ્રારંભનાં શ્વાસની તકલીફને કારણે બાયપેપ ઉપર રાખ્યા પછી 30 જૂન બાદ ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. આ સાથે IMCRની માર્ગદર્શિકા મુજબ સારવાર ચાલુ રાખી હતી. આ સારવારમાં દર્દીના સકારાત્મક અભિગમે સોનમ સુગંધનું કામ કર્યું હતું. ડૉકટર્સની 39 દિવસની મહેનત બાદ ભરતસિંહ કોરોનાને હરાવ્યો છે. વિદાય ટાણે તેમને હોસ્પિટલની સારવાર અને સહકાર આપવા બદલ આભાર પ્રગટ કર્યો હતો.

Last Updated : Jul 8, 2020, 11:11 PM IST

ABOUT THE AUTHOR

...view details